
વહાલા ભક્તો ! સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને આ બ્રહ્માંડમાં આવીને અનંત જીવોના કલ્યાણ માટે સત્સંગ સ્થાપ્યો. એ સત્સંગ એટલે શું ? ને એ સત્સંગ કેવી રીતે કરવો ? તેની મહારાજે અતિશય કરુણા કરીને વાત કરી છે. તે આપણે વાંચીએ, વિચારીએ અને જીવનમાં ઉતારીએ.
એકવાર શ્રીજીમહારાજ ગઢપુરમાં લીંબતરુ હેઠે દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયા. ને સંત તથા બ્રહ્મચારી તથા સોમ, સુરાદિક પાર્ષદ એ સર્વે જેમ ઘટે તેમ આવીને બેઠા. ને સભા અતિશે શોભતી હતી.
પછી શ્રીજીમહારાજ સર્વ સભાસદ પ્રત્યે બોલ્યા જે, “હે સભાસદો ! તમે સર્વે સાવધાન થઈને એકાગ્ર થાઓ. પછી મહારાજે અતિ કરુણા કરીને વાત કરી જે, તમે સર્વે સત્સંગી કહેવાઓ છો તે શબ્દને અર્થ સહિત ધારવો, પણ અર્થરહિત ન ધારવો.
ભગવાનનો સંગ પણ ત્યારે થયો કહેવાય જે, માહાત્મ્યપૂર્વક અનુવૃત્તિએ કરીને જે નવધાભક્તિ કરવી ને એમ ન થયું હોય તો ભગવાનનો પણ સંગ કર્યો કહેવાય નહીં. ને એકાંતિક સાધુનો સંગ થયો તે કેમ
વળી, ધર્મ કહ્યો તેમાં બ્રહ્મચર્યવ્રત રાખવું. તે ત્યાગીને અષ્ટપ્રકારે સ્ત્રીનો ત્યાગ ને ગૃહસ્થને પરસ્ત્રીમાત્રનો ત્યાગ કરવો, ને ચોવીસ એકાદશીઓ તથા અમાવાસ્યા આદિક પર્વના દિવસો તથા ભગવાનના જન્મોત્સવના દિવસો એ આદિકને વિષે ત્રણ-ત્રણ દિવસ પોતાની સ્ત્રીનો પણ ત્યાગ રાખવો.
અને કહેવાય છે જે, એક તો તે અસત્ કહેવાય છે. કેમ જે, એ કાળાદિક સ્વતંત્ર ન કહેવાય, માટે એ પણ અસત્ છે. બીજો અસત્ પુરુષ તે કામ-ક્રોધાદિક અધર્મ સર્ગે સહિત છે, માટે તે અસત્ કહેવાય. ને ત્રીજો અધર્મસર્ગ તે પણ અસત્ કહેવાય. ને ચોથું એ ત્રણ્યને કહેતું એવું જે શાસ્ત્ર, તે અસત્ શબ્દે કરીને કહ્યું; માટે માટે એવાનો સંગ ન કરવો. ને જો રાખે તો આ લોકમાં ને પરલોકમાં અતિશે કષ્ટને પામે, ને ક્ષયાદિ રોગને ને જમપુરીના ને સંસૃતિનાં દુ:ખ પામે છે. ને પૂર્વે કહ્યો જે ચાર પ્રકારનો સત્સંગ તેને જે કરે છે તે તો મહાઅલૌકિક છે. માટે