Mara Shyam, Tu J Maru Badhu

Mara Shyam, Tu J Maru Badhu
September 1, 2025
Varniveshdasji Swami - Kundaldham
0:00/0:00

ઘણાં સમય પહેલાંની વાત છે. એક ગામમાં એક ગરીબ વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તે ખૂબ જ ભક્ત હતી અને પોતાને કૃષ્ણ પર અતૂટ શ્રદ્ધા હતી. તેણે પોતાના ઝૂંપડામાં એક નાની મૂર્તિ સ્થાપિત કરી હતી અને તેને પ્રેમથી ‘’ કહીને બોલાવતી. આ વૃદ્ધા પાસે કોઈ સંપત્તિ કે દુનિયાદારી નહોતી, પરંતુ તેના હૃદયમાં પ્રેમનો એક એવો અમૂલ્ય ભંડાર હતો કે ખુદ શ્યામ પણ તેની ભક્તિથી બંધાઈ ગયા.

તેણીએ આસપાસ નજર ફેરવી, પણ કંઈ મળ્યું નહીં. પછી તેણે જોયું કે તેના ઝૂંપડાના છાપરા પર એક કાગડો બેઠો હતો. તેણે તરત જ શ્યામને કહ્યું, “શ્યામ ! આજે તો મારા ઘરે કાગડાભાઈ મહેમાન થઈને આવ્યા છે. તેને પણ કંઈ ખવડાવવું જોઈએ ને ? હું ગરીબ છું, પણ અતિથિનો સત્કાર કરવો એ તો આપણો ધર્મ છે.” આમ કહીને વૃદ્ધાએ પાણીનો એક ગ્લાસ ભર્યો અને કાગડા સામે ધર્યો. કાગડો આશ્ચર્યથી તેને જોતો રહ્યો. કારણ કે તેણે આ પહેલાં આવો પ્રેમ ક્યારેય જોયો નહોતો. તે સમજી ગયો કે આ વૃદ્ધાની શ્રદ્ધા કેટલી મહાન છે. કાગડાએ પાણી પીધું અને આભારવશ થઈને ઊડી ગયો.

વહાલા ભક્તો ! મારા જીવનમાં પણ વહાલા મહારાજ અને સંતો-ભક્તો માટેની આવી ભક્તિ આવે એવી કૃપા કરશો.