Krupani Kamal Kevi ?

Krupani Kamal Kevi ?
September 1, 2024
Ishwarcharandasji Swami - Kundaldham
0:00/0:00

આવી અનેક સમસ્યાઓનું સોલિડ સમાધાન છે - .

અર્જુનને ઉદ્દેશીને ભગવાને આપણ સહુને કહ્યું છે...

સર્વભૂતપ્રાણીમાત્રનું હું પરમ હિતૈષી મિત્રની જેમ સારું જ કરી રહ્યો છું, આવી રીતે જે મને ઓળખી જાય છે તે તરત શાંતિ પામી જાય છે.

જો આપણે પણ આવા જ પોઝિટિવ એંગલે વિચારી શકીએ તો હરેક પરિસ્થિતિમાં પ્રભુકૃપાનો અહેસાસ થવાથી આનંદ-આનંદ થઈ જાય. આ માટે કુંડળધામ પ્રકાશિત પુસ્તકમાંથી ગીગા ધાધલનું આખ્યાન અવશ્ય વાંચવા ને વિચારવા જેવું છે.

કદાચ તે તે વિકટ પરિસ્થિતિમાં તરત જ આવા પોઝિટિવ એંગલ ન પકડાય તોપણ

એકવાર પરમ કૃપાળુ પરમાત્મા સંતનો વેશ પહેરી નારદજીને સાથે લઈ એક વયોવૃદ્ધ માડીને ઘેર ગયા. તે માડી બહુ જ સારાં ભાવિક ભક્ત હતાં. તે માજીએ બંને સંતોની ખૂબ સારી સેવા સરભરા કરી-કરાવી. તે ડોશીમાના વિશાળ ઘરમાં તેમનો એક પૌત્ર જ જીવતો રહ્યો હતો. બીજા સર્વે સગાં ધામમાં ગયેલાં હતાં. પછી પ્રભુએ ત્યાંથી વિદાય લીધી ત્યારે તે પૌત્રનું પણ શરીર છોડાવી દીધું. તે જોઈને નારદજી ઘણા અપસેટ થઈ ગયા. ભગવાને કહ્યું, ‘ધીરજ રાખો તમને બધું સમજાઈ જશે.’

પેલા સજ્જન શેઠ અને તેનો પરિવાર અતિ ભોળો હતો. સાચા-ખોટાનો વિવેક રાખ્યા વગર બધાનો વિશ્વાસ કરતા, એટલે એક ઠગની ટોળી સાધુ-બાવાના વેશે તેને મારી લૂંટી જવાના પ્લાનમાં હતી. હવે શેઠ તથા તેનો પરિવાર સજાગ થઈ જશે એટલે ખોટાથી બચશે અને સાચાને સેવી કલ્યાણ પામશે.’

‘આ તો બરાબર, પણ પેલાં મહાભક્ત ડોશીમાને શા માટે રઝળાવી મૂક્યાં એ તો કહો ?

ભગવાને ચપટી વગાડી અને નારદજીને દિવ્યધામનાં દર્શન કરાવ્યાં. ત્યાં પેલો બાળકનો જીવ મુક્તરૂપે પ્રભુની સેવામાં હાજર હતો. એ જ વખતે પેલા ડોશીમાનો આત્મા પણ મુક્ત બની ધામમાં આવ્યો.