Satsangni Kamal

Satsangni Kamal
March 1, 2024
Aatmiyswarupdasji Swami - Kundaldham
0:00/0:00

“અમિતભાઈએ મને કુંસગથી પાછો વાળ્યો, જીગરભાઈએ યુવાસભામાં નિયમિત કર્યો, આશ્રયભાઈએ મને પહેલી વાર દંડવત કરતા શીખવાડ્યું, નિમેષભાઈ મને રોજ કથાની લિંક મોકલતા, ભાવેશભાઈએ મારું બહુ રાખ્યું, નિરવભાઈએ મને કરેલી મદદ હું ક્યારેય નહિ ભૂલી શકુંં.” અભિષેક ! તને નહિ મનાય, આમ થોડી જ વારમાં તેણે વીસેક જણાનાં નામ લઈ લીધાં. વળી કેટલાકના પ્રસંગો કહી ત્રણ વખત તો હીબકે ચડી ગયો. હું તો મારું બોલવાનું પડતું મૂકી એને સાંભળતો જ રહ્યો.

અભિષેક ! સાચું કહું, રસ્તામાં મેં મને બરોબરનો લીધો. મેં મને કહ્યું કે, “પ્રશાંત ! તું સેવા તો ઘણી કરે છે; કથા પણ ઘણી સાંભળે છો, મોટભા થઈને કેટલાકને ઉપદેશ દે છો, અરે તને પોતાને ન આવડવા છતાં શિક્ષક બનીને બીજાને પાઠ પણ ભણાવી દે છો; પણ જ્યાં સુધી દર્શન જેવી દિવ્યતા, મહિમા, પ્રભાવિતપણું, ગુણ ગ્રાહીપણું નહિ આવે ત્યાં સુધી એ બધું… ” આમ પ્રશાંતભાઈ અને અભિષેક પરસ્પર સત્સંગની મહત્તા વિષેના પ્રસંગો શેર કરી એ જ વિચારો સાથે છૂટા પડ્યા.