Sahaj Ane Saral Bhagvaddhyan

Sahaj Ane Saral Bhagvaddhyan
March 1, 2025
Anadiswarupdasji Swami - Kundaldham
0:00/0:00

વહાલા ભક્તો, આ ધામભાવે અખંડ સ્મરણ વર્ષમાં પૂ.ગુરુજીએ કહ્યા મુજબ આપણે આપણા વહાલા વહાલા મહારાજનું અખંડ સ્મરણ, ભજન અને ધ્યાન કરવા ઘણો પ્રયત્ન કરીએ છીએ.

વળી તે વિષે શ્રીજીમહારાજે ગઢડા પ્ર.પ્ર.ના ૨૨મા વચનામૃતમાં કહેલ છે કે, “ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઊઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે, તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય.”


વહાલા ભક્તો, સહેજે અને સરળતાથી ભગવાનું સ્મરણ, ભજન, ધ્યાન કરવાની અમુક સહેલી ટેક્નિકો છે. તેમાં ખાસ તો આપણે આપણાં મનની વૃત્તિનો સદુપયોગ કરવાનો છે. સવારના જાગીને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં જ્યારે આપણું મન નવરું હોય ત્યારે આપણે ઘણા વિધવિધ બિનજરૂરી સંકલ્પ-વિકલ્પો કરતા હોઈએ છીએ. તેને બદલે આપણને મહારાજમાં હેત થાય તેવાં કીર્તન કે તેની કોઈ કડી, ચોપાઈ વગેરે મોટેથી કે મનમાં બોલીને અથવા એમને એમ નીચે મુજબની વિવિધ દિવ્ય ભાવનાઓ વારંવાર કર્યા કરીએ તો સહેજે મહારાજ સાંભરે અને દિવ્ય આનંદ આવે.

શ્રીહરિનું સ્મરણ, ભજન, ધ્યાન વગેરે કરવાની આવી બીજી ઘણી બધી ટેક્નિકો હોય છે, તેમના જે અનુભવી હોય તેમની પાસેથી આપણા અંગને મળતી ટેક્નિક શીખી લેવી જાેઈએ.