Sachu Sukh Ane Motap Etle Harismaran

Sachu Sukh Ane Motap Etle Harismaran
January 1, 2026
Gyanjivandasji Swami - Kundaldham
0:00/0:00

કાશીના રાજાને ત્યાં એક વ્યક્તિ સૈનિક તરીકે નોકરી કરતો હતો. સમય જતાં બઢતી મળતાં એ સૈનિક રાજાનો અંગરક્ષક બની ગયો. રાજમહેલની અંદર છૂટથી બધે એને જવાનું થતું.

રાણીને આંચકા સાથે બહુ આશ્ચર્ય થયું, પણ તે રાણી બહુ સમજણી હતી, ભગવાનની ભક્ત અને જ્ઞાની હતી. એણે પળમાં વિચાર કરી સારો એવો ઉપાય શોધીને દાસીને કહ્યું, “કાંઈ વાંધો નહીં. તેં માગ્યું છે એ મારે આપવાનું. બોલાવ તારા પતિ ને !”

દાસીનો પતિ આવ્યો એટલે રાણીએ કહ્યું કે, “તું આટલી બધી ચિંતા કરવાનું છોડી દે. હું મારી રાજકુંવરી તને પરણાવીશ, પરંતુ પહેલાં તારે એક વાત માનવી પડશે. બોલ, માનીશ ?” “હા, હા માનીશ. તમે કહો એ બધું જ કરવા તૈયાર છું.” તો કહે, “તારે સતત છ માસ સુધી એક જ ઓરડામાં રહીને પરમાત્માની મૂર્તિ સામે જોઈ રહેવાનું અને પરમાત્માનું અખંડ સ્મરણ કરવાનું. ભગવાન સિવાય કોઈનું મોઢું નહિ જોવાનું. આ દરમ્યાન બારણાની નીચેથી તારો ખોરાક આવશે. આ રીતે તું રહીશ તો હું મારી રાજકુંવારી તને જરૂર પરણાવીશ. બોલ છે કબૂલ ?” પેલો કહે, “કબૂલ, કબૂલ. કુંવરી માટે બધું જ કરી છૂટવા તૈયાર છું.” પછી ન્હાવા-ધોવાની બધી જ વ્યવસ્થા સાથેના એક ઓરડામાં કરવામાં આવી. આ સૈનિક ભગવાનની મૂર્તિ આગળ જપ કરવા બેસી ગયો.

દિવસ પછી દિવસ વ્યતીત થતા ગયા. હરિસ્મરણને કારણે તેના મનમાં શાંતિ થવા લાગી. સારા વિચારો આવવા લાગ્યા. કામભાવ શાંત થવા લાગ્યો. નામજપના પ્રતાપે રાજકુમારીમાંથી તેનો મોહ ઊતરવા લાગ્યો અને મોહનવરમાં મોહ થવા લાગ્યો. તેને હરિમૂર્તિમાં એવી લગની લાગી કે, જમવાનું પણ ભૂલી જતો. છ મહિના પૂરા થવા આવ્યા, ત્યાં તો અખંડ નામ-સ્મરણના પ્રતાપથી અજપાજપ(સહજ સ્વભાવે થતા જપ) શરૂ થઈ ગયા. ભજનને કારણે એના અંતરમાંથી રાજકુંવરી નીકળી ગઈ.

છ મહિના પૂરા થયા એટલે રાણી રાજકુંવરીને સાથે લઈને તે ઓરડે આવ્યાં. આવીને રૂમના દરવાજા ખોલ્યા. ઓરડામાં હરિસ્મરણમાં તલ્લીન બનેલા સૈનિકને જોયો. પછી રાણીએ તે સૈનિકને જોઈને કહ્યું, “અરે ઓ સૈનિક ! હું તારા માટે મારી કુંવરીને લઈને આવી છું.”

સૈનિક બોલ્યો, ‘મને હવે મોહનવર મળી ગયા છે ! હવે મારે કોઈની જરૂર નથી.’ એમ કહીને તે સૈનિક ઓરડામાંથી ઊભો થઈને ચાલતો થયો. પછી પોતાની પરણેલી પત્નીનોય મોહ ઊતરી ગયો. સમગ્ર સંસારનો પણ એણે ત્યાગ કર્યો અને ગંગા કિનારે જતો રહ્યો. ત્યાં એક ઝૂંપડી બાંધીને ભજન કરવા લાગ્યો. અને અંતે એક મહાન સંત તરીકે એની ગણના થઈ.

આપણે ડાહ્યા, મોટા, રૂપિયાવાળા, ફેમશ, બધા આપણને વંદન કરે અને વખાણે એવા હોઈએ; પણ જો અખંડ હરિસ્મરણ ન થાય તો એ બધું શું કામનું ?

તુલસીદાસ કહે, ‘નાનો માણસ હોય પણ જેના મુખમાં ભગવાનનું નામ છે, જેના અંતરમાં હરિનું અખંડ સ્મરણ છે; એ જ મહાન છે, એ જ મુક્ત છે, એ જ ભગવાનથી યુક્ત છે, એના ઉપર જ ભગવાન રાજી છે અને એ જ પરમાત્માના દિવ્ય આનંદને યુગોના યુગ માણવાનો છે.

એક સંત હતા. એમના પગમાં કાંઈક વાગ્યું હતું. પીડા બહુ થાય. પીડા થાય એટલે પ્રભુ..પ્રભુ..હરિ..હરિ..એમ થાય. થોડી ઘણી ઊંઘ આવે બાકી ભજન થાય. પછી પીડા મટી જતાં ધીમેધીમે ભજન ઓછું થઈ ગયું. એ સંતને એમ થયું કે, આ તો બહુ મોટી ખોટ ગઈ. ફરી એક પાણો લઈને પગમાં માર્યો એટલે પીડા ઊપડી અને ફરી ભજન-સ્મરણ શરૂ થયું. આમ, મટી જાય એટલે પાણો મારે અને કહે કે, આનાથી ભજન થાય છે.

सख के माथे शील परो, नाम हृदय से जाय ।

बलिहारी उस दु:ख की, पल पल नाम रटाय ।।

એ દુ:ખને વંદન, એ દુ:ખને હું બલિહારી જાઉં, ન્યોચ્છાવર થઈ જાઉં કે જેને કારણે મને અખંડ ભગવાન સાંભરે છે. દુ:ખ ભગવાનનું સ્મરણ કરાવે છે; સુખ તો ભગવાન ભુલાડે છે, ભગવાનથી દૂર લઈ જાય છે, સંતો આગળ પણ આપણને અહંકારી બનાવે છે. દુ:ખ આપણને નિર્માની બનાવે છે, દાસપણું આપે છે, પરમાત્માનું સ્મરણ કરાવે છે. માટે મુમુક્ષુને તો સુખ નહિ દુ:ખ જ સારું છે.

વહાલા ભક્તો ! પરમાત્માનું નામ એવું દિવ્ય છે કે, આ દુનિયામાં કોઈ પણ માણસ સ્વામિનારાયણ... સ્વામિનારાયણ મુખથી બોલ્યા કરે, તો એનાં જન્મમરણ ટળી જાય. આપણાં પૂર્વનાં પાપ નડે છે માટે આપણને આ મનાતું નથી. જે દી મહિમા થશે, તે દી અંતરમાં અખંડ ‘સ્વામિનારાયણ...સ્વામિનારાયણ...’ થશે, બીજું બોલવું ગમશે જ નહિ, જીભને નવરી રહેવા જ નહિ દઈએ. જેને અખંડ સ્મરણ ન થતું હોય એણે આ વાત વિચારીને ગાંઠ વાળી, સાવધાન થઈ, સતત હરિસ્મરણ કરવા લાગી પડવું જોઈએ.