Sacho Prem

Sacho Prem
March 1, 2026
Varniveshdasji Swami - Kundaldham
0:00/0:00

એક સમયને વિશે એક જંગલની ધાર પર એક નાનકડી ઝૂંપડીમાં તુલસી નામની એક ભક્ત સ્ત્રી રહેતી હતી. તુલસી ખૂબ જ ગરીબ હતી, પણ તેનું હૃદય શ્રદ્ધા અને પ્રેમથી ભરપૂર હતું. તેને ભગવાન વિશે ખૂબ જ ભાવ હતો.

તુલસીએ ક્યારેય કોઈ મંદિરમાં જઈને મોટી પૂજા કરી નહોતી. કેમ કે, તેની પાસે પૂજાની કોઈ સામગ્રી ખરીદવાના પૈસા નહોતા. પરંતુ તેણે નદીના કિનારેથી એક સામાન્ય કાળો પથ્થર શોધ્યો. પ્રેમથી તેણે તે પથ્થરને ધોઈને પોતાની ઝૂંપડીમાં સ્થાપિત કર્યો અને તેને જ પોતાના બાલ ગોપાલ માની લીધા.

તુલસીનો ભગવાન પ્રત્યેનો ભાવ એટલો શુદ્ધ હતો કે જેમ બાળક સાથે વાત કરે તેમ પથ્થરની મૂર્તિ સાથે વાત કરતી હતી.

ગામના લોકો તુલસીની આ વાતચીત જોઈને હસતા. તેઓ કહેતા, “તુલસી પાગલ થઈ ગઈ છે. તે એક પથ્થરને ખવડાવવાનો અને તેને ઠંડી ન લાગવાની વાત કરે છે.”

એક દિવસ ગામમાં એક મહાન સંત આવ્યા. તેમણે તુલસીની ભક્તિ વિશે સાંભળ્યું અને જાણ્યું કે ગામના લોકો તેની મજાક ઉડાવે છે. સંતે નક્કી કર્યું કે તુલસીની શ્રદ્ધાને ચકાસવી છે.

સંત હસ્યા અને કહ્યું, “સારું, તો આજે હું અહીં બેસીશ. જો તારો ભગવાન ભોગ નહિ જમે, તો તારે આજથી આ ભક્તિ છોડી દેવી પડશે.”

તુલસીનાં આ નિઃસ્વાર્થ પ્રેમનાં આંસુ અને નિર્મળ ભાવની આગળ ભગવાન હારી ગયા. અચાનક તે પથ્થરની મૂર્તિમાંથી ભગવાનનું સુંદર બાળ સ્વરૂપ પ્રગટ થયું. બાલ ગોપાલે તુલસીની સામે સ્મિત કર્યું અને હાથ લંબાવીને તે રોટલો ગ્રહણ કર્યો.

સંત અને ગામના લોકો; જે દૂરથી આ જોઈ રહ્યા હતા, તે આ અદ્ભુત દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેઓએ તુલસીના ચરણોમાં માથું મૂકી દીધું.