
નિજ હિતેચ્છુ આપણને, પકડી રાખે ભ્રાત;
જ્ઞાન તે અવરોધ નથી, ખરી છે નિજ તાકાત...૦૧
જ્ઞાન સ્વજન આપણને, પકડી રહ્યા નથી જ;
ટેકો આપી રહ્યા છે, તેને ન તજો કદી જ...૦૨
ઊંચા ઉડો એટલા જ, મજબુત દોરા સાથ;
જોડાયેલા રહેવાની, જ્ઞાન જરૂર છે માથ...૦૩
મોટાઓનું નિયંત્રણ, બંધન નથી જ જ્ઞાન;
સાચું રક્ષણ એ જ છે,એ છે શક્તિ મહાન...૦૪
સાચાનો સંગ તજો પછી, જ્ઞાન થોડીક જ વાર;
સુખી થતા જણાઓ પણ, દુ:ખ આવે અપાર...૦૫