Shree Gopinathji Gaoshala

Shree Gopinathji Gaoshala
April 10, 2022

કુંડળધામ ખાતે શ્રીહરિ સત્સંગ સેવા ટ્રસ્ટ અને વડોદરા ખાતે શ્રીસ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા બે મંદિરોનું સંચાલન પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજીની પ્રેરણાથી થઇ રહેલ છે અને તેઓના માર્ગદર્શન અને નિરીક્ષણ હેટળ અનેકવિધ આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરવામાં આવી રહેલ છે.

ગોપીનાથજી ગૌશાળામાં, બધી જ ગાયો,સાંઢ અને વાછરડાંઓને ભગવાનનું દિવ્ય કુટુંબ ગણવામાં આવે છે. એ વૃદ્ધ થઇ જાય તો પણ એમને રઝળતા મૂકી દેવતા નથી કે વેચવા કે કતલખાનામાં મોકલવામાં આવતા નથી.

હકીકતે, તેઓ જ્યાં સુધી પોતાનું નાશવંત શરીર છોડીને ભગવાનના દિવ્ય શરણમાં ન જાય ત્યાં સુધી તેમની કાળજી લેવામાં આવે છે. અહીં ગીર ગાયો સ્વત્રંત રીતે હરી ફરી શકે છે અને એમના દૂધમાં રાસાયણિક પ્રદુષણ ન પેસી જાય તે માટે એમને ઓર્ગેનિક લીલું ઘાસ જ ખવડાવવામાં આવે છે.

સને 2003 માં એના પ્રારંભથી જ આ ગોપીનાથજી ગૌશાળા, ભગવાન સ્વામિનારાયણ અને એમના અનુયાયીઓને ગાયનું શુદ્ધ દૂધ પૂરું પાડી રહેલ છે. 10 દૂઝણી ગાયોથી શરુ થયેલ આ કુટુંબ આજે વિકસીને 300 ઉપરાંત ગાયો,સાંઢ અને વાછરડાઓનું બની ગયેલ છે.