કુંડળધામ, શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તીર્થધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા અપાયેલા આર્થિક સહયોગથી એક સો જેટલા નિઃસંતાન, વિધવા મહિલાઓ અને વિધુર વડિલોને રાશન કીટ, બ્લેન્કેટ બોટાદ પોલીસ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન બોટાદ ખાતે જરૂરિયાતમંદોને વિતરણ કરાયું હતું.
બોટાદ જિલ્લા પોલીસ દાદા-દાદીના દોસ્ત પ્રોજેકટ અંતર્ગત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જિલ્લા બ્રાન્ચ બોટાદના સહયોગથી આ સમગ્ર વિતરણ કાર્ય કરાયું હતું. આ પ્રસંગે બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી કિશોરભાઈ શાહ તથા અન્ય મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.