Vastavikta Janiye Ane Swikariye

Vastavikta Janiye Ane Swikariye
February 1, 2025
Anadiswarupdasji Swami - Kundaldham
0:00/0:00

પછી ગાડું જોડાવીને તેઓ પોતાનાં માતા-પિતા તથા સ્ત્રીની સાથે આંબા ગામે દેવશી ભક્ત પાસે આવ્યા. કેમ કે, આ દેવશી ભગત પર મહારાજનો ખૂબ રાજીપો હતો. કોઈ ભગતને પોતાના ધામમાં લઈ જવાના હોય, ત્યારે મહારાજ તેમને જણાવતાં ને ક્યારેક દેવશીભાઈની પ્રાર્થનાથી મહારાજ તે ભક્તની આયુષ્ય પણ વધારી દેતા.

દેવશીભાઈને મળીને દેવરાજભાઈએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરીને કરગરતા કહ્યું કે, “ભાભા, મેં આઠ દિવસથી અન્ન ખાધું નથી. તમો કહો તો હું ગઢપુર રસોઈ આપું અને કહો તો જૂનાગઢ રસોઈ આપું, પણ તમે મહારાજને પ્રાર્થના કરો કે હમણાં મને ધામમાં ન લઈ જાય.”

દેવશીભાઈ કહે, “બહુ સારું, તારે સાટે જો તારો બાપ જાય તો મહારાજ તને ન લઈ જાય.” દેવરાજભાઈ કહે, “હા, એ ઠીક ! આમેય એ તો વૃદ્ધ થયા છે.”

પછી દેવરાજભાઈએ દેવશીભાઈને તે વાત જણાવી, ત્યારે તેમણે કહ્યું જે, “જો તારી મા તારા બદલે જાય તોપણ મહારાજ તને ન લઈ જાય.” પછી તેમણે માને કહ્યું જે, “મા ! તમે મારે સાટે ધામમાં જશો ? ” ત્યારે તેમની મા બોલી જે, “ગાંડો થયો કે શું ? હવે હું એક સાડલો ફાડીશ, તે સારુ મારું મોત બગાડીશ ? શા માટે હું અત્યારે તારે સાટે જાઉં ?

આપણા સંપ્રદાયના પ્રમાણભૂત શાસ્ત્ર હરિવાક્યસુધાસિંધુમાં કહેલ છે કે,

વળી, કોઈ શાસ્ત્રમાં કહેલ છે કે,

આત્મા, પરમાત્મા અને માયાની આવી ઘણા પ્રકારની વાસ્તવિકતા પૂ.ગુરુજીની કથાવાર્તાના શ્રવણ અને શાસ્ત્રવાંચન દ્વારા આપણે થોડી-ઘણી જાણીએ છીએ, પણ ટાણે યાદ આવે તો અંતરથી સદા સુખી રહેવાય. માટે પૂ.ગુરુજીનો આ દોહો જીવનમાં ડગલે ને પગલે યાદ કરવા જેવો છે. સંસારમાં, વ્યવહારમાં અને સત્સંગમાં સદા સુખી, આનંદી અને નિર્ભય રાખે એવો છે. માણસ જ્યારે વાસ્તવિકતા સમજી શકતો નથી, ત્યારે તેને મોહ થાય છે. પછી તેમાંથી આસક્તિ, દેહાભિમાન, અહંકાર, અભાવ, અવગુણ, ઈર્ષ્યા, દ્રોહ વગેરેની પ્રવૃત્તિ થાય છે, ને પછી દુ:ખી થાય છે.

માટે જીવનમાં એકલા કે કોઈ સાથે કોઈ પણ કામકાજ કરતી વખતે જ્યારે કાંઈક તકલીફ પડે, દુ:ખ થાય, મૂંઝવણ થાય કે કોઈનો અભાવ અવગુણ આવે કે તરત જ જો વાસ્તવિકતા વિચારીએ તો હર્ષ કે શોક થાય નહીં, ને અંતરમાં શાંતિ ને સુખ રહે.

જે વાસ્તવિક છે, અર્થાત્ તેથી જ પૂ.ગુરુજી આપણને પોતાના જાણીને કહે છે કે,