Tame Ek Malo, Biju Sarve Talo

Tame Ek Malo, Biju Sarve Talo
August 1, 2023
Varniveshdasji Swami - Kundaldham
0:00/0:00

આધ્યાત્મિક માર્ગમાં પ્રભુપ્રાપ્તિ માટે ક્યાં જોડાવું અને શું છોડી દેવું; આ બે વાતનો વિવેક ખૂબ જ જરૂરી છે. આજના યુવાનો બધું છોડવા તૈયાર છે, પરંતુ વિદેશ જવા મળે તો ! જ્યારે આપણી ચ્છાઓ પ્રબળ બની જાય ત્યારે સાચું શું ? ખોટું શું ? શું કરાય ? શું ન કરાય ? તેનું ભાન રહેતું નથી. આવા સમયે ગુરુજનો પણ યાદ ન આવે અથવા તેમનાં હિતવચનો પણ મનાય નહીં. પરિણામે ભગવાનને પામવાનું વંચિત રહી જાય છે. જો આપણે એવું વિચારતા હોઈએ કે, મારા જીવનમાં આવું ન બને તો સારું, તો આ વાર્તા વાંચવી જરૂરી છે.

દક્ષિણ ભારતમાં એક રાજા થઈ ગયો. તે ખૂબ જ ન્યાયપ્રિય, ધાર્મિક સ્વભાવવાળો અને પ્રજા પ્રત્યે વાત્સલ્યભાવવાળો હતો. તે ભગવાનને ખૂબ સંભારતો અને શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરતો હતો. ભગવાને તેની આવી પ્રભુભક્તિ જોઈને એક દિવસ દર્શન દીધાં અને કહ્યું, ‘રાજન ! હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન છું. તમારી કોઈ ચ્છા હોય તો કહો.’

ત્યારે રાજાએ કહ્યું, ‘હે પ્રભુ ! મારી પાસે તમારું આપેલું બધું જ છે. તમારી કૃપાથી રાજ્યમાં સર્વ પ્રકારે સુખ અને શાંતિ છે, તેમ છતાં મારે એક ચ્છા છે. જેમ તમે મને દર્શન આપીને આશીર્વાદ આપ્યા છે, તેવી જ રીતે મારી પ્રજાને દર્શન આપી ધન્ય કરો.’ ‘તે શક્ય નથી;’ એમ ભગવાને રાજાને સમજાવ્યું.

પરંતુ પ્રજાપ્રેમી રાજા ભગવાનને આગ્રહ કરવા લાગ્યો. છેવટે ભગવાને કહ્યું, “સારું, તમારા બધા પ્રજાજનોને નગરની બહાર રહેલ પહાડ પર કાલે લાવજો. ત્યાં મંદિર છે, તેમાં પ્રગટ થઈ સહુને દર્શન આપીશ.” રાજા આનંદથી છલકાઈ ગયો.ગવાનનો ખૂબ આભાર માન્યો. બીજે દિવસે આખા શહેરમાં ઢોલ વગાવડાવ્યો કે, ‘કાલે બધા મારી સાથે પહાડની તળેટીમાં આવજો, ત્યાં બધાને ભગવાન દર્શન આપશે.’

બીજે દિવસે રાજા તેમની તમામ પ્રજા અને સંબંધીઓ સાથે પહાડ તરફ ચાલવા લાગ્યો, પરંતુ ભગવાનને એમ થયું કે, આ બધા પ્રજાજનોમાંથી મારા દર્શનની ચ્છાવાળા કેટલા છે ? તે જોવા માટે ભગવાને પહાડ પર આવવાના રસ્તામાં કૌતુક ઊભું કર્યું.

ચાલતાં ચાલતાં રસ્તામાં એક સ્થાન પર તાંબાના સિક્કાનો પહાડ જોયો. કેટલાક લોકો એ તરફ દોડવા લાગ્યા, ત્યારે જ્ઞાની રાજાએ સહુને ચેતવ્યા કે, “કોઈએ તેના પર ધ્યાન ન આપવું. કારણ કે, તમે બધા ભગવાનને મળવાના છો, તો પછી આ તાંબાના સિક્કા પાછળ તમારા નસીબને બગાડો નહીં.”

પરંતુ જેમ કોઈ મુમુક્ષુ પોતાના ગુરુ પાસે જે હોય તે પામવા જાય છે, પણ પોતાની અન્ય ચ્છાઓ પ્રબળ થતાં તે તરફ દોરાઈ જવાય છે; તેમ લોભ-લાલચને વશ થયેલા કેટલાક લોકો તાંબાના સિક્કાવાળા પહાડ તરફ જવા લાગ્યા, અને સિક્કાનાં પોટલાં ભરી પોતાના ઘરે ગયા. તેઓ મનમાં એવું વિચારતા કે, ‘ભગવાનને તો પછી ક્યારેક મેળવી લેશું, પણ આ ભૌતિક લાભ થોડો જવા દેવાય !’

રાજા દુ:ખી ચિત્તે આગળ વધ્યા. થોડે દૂર ચાલ્યા પછી ચાંદીના સિક્કાનો ચમકતો પહાડ દેખાયો. આ વખતે પણ પ્રજામાંથી કેટલાક લોકો તે તરફ દોડવા લાગ્યા. આપણા જીવનમાં પણ આવું ઘણું બને છે. ‘જે મળ્યું છે તેનો મહિમા નથી ને જે ભગવાન અને સંતોની દૃષ્ટિએ તુચ્છ છે તેની પાછળ દોડયા કરીએ છીએ.’

શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા મધ્ય-૪૬માં કહ્યું છે કે, “આ સંસારને વિશે જે સત્પુરુષ હોય, તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ-વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષ-શોક થાય નહિ અને જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે; કાં જે, થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે, માટે એને મોટી હાણ થાય છે.”

આવા જ કોઈક વિચારોમાં રાજા આગળ વધ્યો, ત્યાં સોનાનો પહાડ દેખાયો. હવે તો જેટલા પ્રજામાંથી વધેલા લોકો તથા રાજાના સ્વજનો પણ પહાડ તરફ જવા લાગ્યા. હવે તો ફક્ત રાજા અને રાણી જ બચ્યાં હતાં. તેથી રાજા રાણીને કહેવા લાગ્યા, ‘જુઓ, આ લોકો કેટલા લોભી-લાલચી અને અજ્ઞાની છે, તેઓ ભગવાનને મળવાનું મહત્ત્વ પણ જાણતા નથી. ભગવાનની આગળ આ લોકની કીર્તિ-સંપત્તિ શું વિસાતમાંં !? રાણીએ રાજાને સમર્થન આપતાં કહ્યું કે, ‘સાચી વાત છે.’ અને તેઓ આગળ વધવા લાગ્યાં.

થોડે દૂર ચાલ્યા પછી રાજા અને રાણીએ ચળકતો ને સાત રંગની આભાથી શોભતો હીરાનો પહાડ જોયો. તે જોઈ રાણી મોહ પામ્યાં. તેઓ તરત જ હીરાના પહાડ તરફ દોડયાં અને હીરા લેવા લાગ્યાં; આ જોઈને રાજાને ખૂબ જ ગ્લાનિ અને નિરાશાની લાગણી થઈ. રાજા અત્યંત દુ:ખી હૃદયે આગળ વધવા લાગ્યા, અને ખરેખર ભગવાન ત્યાં તેમની રાહ જોતા હતા. રાજાને જોઈ ભગવાન હસ્યા અને પૂછ્યું, “તમારી પ્રજા અને તમારા પ્રિયજનો ક્યાં છે ? હું લાંબા સમયથી તેઓને મળવાની રાહ જોઈ રહ્યો છું.”

રાજાએ શરમ અને દ સાથે પોતાનું મસ્તક ઝુકાવ્યું. પછી ભગવાને રાજાને સમજાવ્યું, “હે રાજા ! જેઓ મારા કરતાં ભૌતિક સંસારી સિદ્ધિઓને વધારે માને છે, તેઓ મને પ્રાપ્ત કરી શકશે નહીં, અને મારા સ્નેહ અને આશીર્વાદથી વંચિત રહેશે.”

વહાલા ભક્તો ! સારા વિચારો લખવા, રજૂ કરવા કે ઘણું નોલેજ હોવું; એનું અભિમાન પણ ભગવાનના માર્ગે ચાલવા ન દે. ભગવાનને પામવા નીકળેલા સાચા મુમુક્ષુને પણ ભગવાન સિવાયની બીજી ચ્છાઓ પ્રબળ ન થઈ જાય ને માયા ભગવાનના માર્ગમાંથી પાડી ન દે, તે માટે એવા સાચા સત્પુરુષનું શરણું અતિ આવશ્યક છે. આપણને તો ભગવાનને પમાડી દે ને ભગવાન સિવાય બીજે માયામાં જતા રોકે તેવા સત્પુરુષ વહાલા મહારાજે કૃપા કરીને આપ્યા છે. હવે આપણે તેનો લાભ લઈ ભગવાનને પામી જવું. ભગવાનને ભેટાડી દે તેવા સત્પુરુષ મળે, પણ... તેના માટે પૂ.ગુરુજીની આ કથા અવશ્ય સાંભળવા જેવી છે.

છેલ્લે વહાલા મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે,

તમને જ એક હરિ સદા અનુભવું,
નથી જો’તું કાંઈ મારે તુંમાં ડૂબી જાવું,
એવી કરોને કૃપા વાલા જ્ઞાન માથ,
કૃપા કરીને શ્રીજી ઝાલો મારો હાથ.

હે મહારાજ તમને પામવા સિવાયની બીજી કોઈ ચ્છાઓ પ્રબળ ન થવા દેતા, ને હે પ્રભુ ! એક તમે મળો, બીજું સર્વે ટળો; એ જ આપનાં ચરણોમાં પ્રાર્થના.