Swapna Jevo Sansar

Swapna Jevo Sansar
March 1, 2026
Anadiswarupdasji Swami - Kundaldham
0:00/0:00

વહાલા ભક્તો, આ વર્ષમાં આપણે વિશેષ ધ્યાન-ભજન કરવાનું છે, કેમ ? ના ના, હવે તો આપણે કાયમ ધ્યાન-ભજન કરવાનું છે. જો મહારાજમાં હેત થાય, મહારાજ બહુ ગમવા લાગે, મહારાજમાં સુખ મનાય તો સહેજે મહારાજનું ધ્યાન-ભજન થાય. જો ધ્યાન-ભજન પરાણે કરીએ, પૂ.ગુરુજીએ કીધું છે, એટલે નિયમ કરવા કરવા ખાતર કરીએ, તો તેનો સાચો આનંદ ન આવે.

વળી, ધ્યાન-ભજન પરાણે કરવું પડે ને તેમાં સુખ ન આવે, તેનું બીજું કારણ એ છે કે મહારાજ કરતાં બીજું વધારે ગમે છે, તેથી મહારાજ અને મહારાજનો મહિમા સમજાવનારા, તેમાં હેત કરાવનારા સંતો-ભક્તો, કથાવાર્તા વગેરે કરતાં બીજું વધુ ગમે છે. વહાલા મહારાજ સિવાયનું બીજું સાચું, સારું ને સુખદાયી મનાય છે; પરંતુ વાસ્તવિકતા શું છે ? તો, સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે —

પછી જનકરાજા કુંભારને ઘેર ગયા ને માટીનું વાસણ માગ્યું. ત્યારે કુંભાર પણ તેમને ગાળ્યો ભાંડવા મંડી પડ્યો. પછી તો નિરાશ થઈને જનકરાજા ઉકરડામાંથી એક ભાંગેલું માટીનું વાસણ લઈ સદાવ્રતમાં ગયા ને તેમાં ખીચડી લીધી. પછી ખાવા માટે એક ખૂણો શોધ્યો. ત્યાં બે સાંઢ બાઝતા હતા, તે બાઝતાં બાઝતાં જનકરાજા ઊભા હતા ત્યાં આવી ગયા. વાગી જવાની બીકથી ને ખીચડી પડી જવાની બીકથી તે ઓટલે ચડી ગયા ને બીકમાં ને બીકમાં ઊંઘ ઊડી ગઈ. એકદમ સફાળા જાગી ગયા. ત્યાં તો હજૂરિયાએ ‘બડે રાવ મહારાજ મિથિલા નરેશને ઘણી ખમ્મા.’ એમ છડી પોકારી. ત્યારે જનકરાજાને થયું કે ‘આ સાચું કે સ્વપ્નું સાચું ?

પછી તેઓ તેમના ગુરુ અષ્ટાવક્ર ઋષિ પાસે ગયા અને સ્વપ્નાની વાત કરી કે, ‘મને સ્વપ્નમાં તો ખીચડી પણ બીકે કરીને ખવાણી નહિ અને અત્યારે હું રાજા છું; એ બેમાં સાચું શું ?’ ગુરુદેવે જવાબ આપ્યો કે,

દેવાનંદ સ્વામી પણ કહે છે કે —