Shu Mane Bandhan Hoy...!!

Shu Mane Bandhan Hoy...!!
March 1, 2024
Varniveshdasji Swami - Kundaldham
0:00/0:00

તેમ છતાંય વ્યક્તિ પોતાનો પુત્ર, સ્ત્રી, પરિવાર, બિઝનેસ, ખેતીવાડી, જમીન, સંસ્થા વગેરે સાથે બંધાયેલો હોય છે; પરંતુ સત્ય એ નથી કે આપણે બંધાયેલા છીએ.

સત્ય એ છે કે આપણે બંધાયેલા નથી. જો અત્યારે યમરાજા લઈ જાય તો જ્યાં બંધાયેલા છીએ તે કોઈ વ્યક્તિ, પદાર્થ કે સંસાર સાથે આવતો નથી. તે પરથી જોતા એનો અર્થ એ થયો કે, આ માટે એક બોધવાર્તા દ્વારા આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ.

કોઈ એક રાજાનું નગર હતું. તેમાં એક ધોબી રહેતો હતો. તે ધોબી રોજ રાજાનાં કપડાંને તેના ગધેડા પર મૂકી ધોબીઘાટે ધોવા જાય અને સાથે ગધેડાને બાંધવા એક દોરડી લેતો જાય.

એ જ સમયે કોઈ સંત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ધોબીને જોઈને પૂછ્યું, ‘અરે ભાઈ ! શું થયું ?’ ધોબીએ કહ્યું, ‘સાધુ મહાત્મા ! હું ગધેડાને બાંધવાની દોરડી ભૂલી ગયો છું. જો તમારી પાસે દોરડી હોય તો આપો.’

સંતે કહ્યા મુજબ ધોબીએ તેમ જ કર્યું અને ગધેડાને પણ એવું લાગ્યું કે મને બાંધી દીધો. હવે ગધેડો હલતો પણ ન હતો.

સાધુએ કહ્યું, ‘પાગલ, પહેલા તું એને ખોલ તો ખરો..!’’

ધોબી કહે, ‘મેં તેને બાંધ્યો જ નથી..!’

સંતે કહ્યું, ‘તેં જેમ બાંધવાનું નાટક કર્યું હતું તેમ જ તેને છોડવાનું નાટક કર.’

ધોબીએ જ્યારે એમ કર્યું ત્યારે ગધેડાને લાગ્યું કે હું ખૂલી ગયો, તેથી ગધેડો તરત ચાલતો થયો.


વહાલા ભક્તો ! માતા-પિતા દ્વારા ઉત્પન્ન થયેલ આ મનુષ્યદેહ પણ આપણો નથી. અને જો આપણો હોય તો જ્યારે ઓછું દેખાવાનું શરૂ થાય, વાળ ધોળા થાય, ગઢપણ આવવા લાગે તો રોકી લેવું જોઈએ, પણ કશું થઈ શકતું નથી; માટે આ દેહ આપણો નથી.

આના પાછળની ભાવના એ છે કે, ‘આ ઘર તો ભગવાનનું છે ને અમે તેમના ઘરમાં રહીએ છીએ.’ જ્યારે લોકો એમ કહે છે કે, ‘આ ઘર અમારું છે અને ભગવાન અમારા ઘરમાં રહે છે.’ આ બંને વાતમાં મોટો ડિફરન્સ છે. લોકો મૃત્યુ પછી ભગવાનના ઘેર જાય છે અને અમે જીવતા જ ભગવાનના ઘરે રહીએ છીએ.

ચોપાઈ : પૂ.ગુરુજી