Sant Samagamni Avashyakta

Sant Samagamni Avashyakta
July 1, 2025
Prasannavadan Swami - Kundaldham
0:00/0:00

કચ્છને વિશે ખોખરા ગામમાં શ્રીજીમહારાજના એકાંતિક ભક્ત સુતાર વાઘજીભગત રહેતા હતા. તેમણે એક સમે પોતાના કાકા સુતાર રામભાઈને કહ્યું, “હે કાકા ! આપણું ગામ પ્રસાદીનું છે. કારણ કે આપણા ગામમાં શ્રીજીમહારાજ ઘણું રહ્યા છે. તેથી આપણા ગામમાં દર્શન કરવા માટે દેશ-પ્રદેશથી સંતોનાં મંડળો આવે છે અને વળી હરિભક્તો પણ આવે છે. માટે જો એક સારું મંદિર કરાવીએ તો સંતો તથા હરિભક્તોને ઉતારા માટે કામમાં આવે અને આપણને પણ ભજન-ભક્તિ કરવાનું સાનુકૂળ પડે. ત્યારે તે વાત કાકા રામભાઈને પ્રિય ન લાગી.

રામભાઈએ પ્રસાદીની ચાદર લીધી નહિ તેનું કારણ એ હતું કે, પોતે શ્રીજીમહારાજને મળેલા હતા અને ઘણી વખત શ્રીજીમહારાજની સાથે પણ રહેલા હતા, પરંતુ મહામુક્ત એવા જે બ્રહ્મવેત્તા સંત તેમનો સમાગમ કરેલ નહીં. તેથી તેનું માહાત્મ્ય સમજાયું ન હતું, તેમજ વાઘજીભાઈને જેવી ભગવાનને વિશે સ્થિતિ હતી તેવી સ્થિતિને પણ તેઓ પામ્યા ન હતા; જ્યારે વાઘજીભાઈ તો શ્રીજીમહારાજને મળ્યા પણ નહોતા, તોપણ મહામુક્ત સદ્.આનંદાનંદ સ્વામી, સદ્.અચ્યુતદાસજી સ્વામી, સદ્.અક્ષરજીવનદાસજી સ્વામી તથા માંડવીના વિપ્ર લક્ષ્મીરામભાઈ એ આદિક મહામુક્ત પુરુષોને સેવા-સમાગમે કરીને પ્રસન્ન કર્યા હતા અને તેમના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેણે કરીને વાઘજીભાઈ ઉત્તમ એવી જે બ્રહ્મસ્થિતિ તેને પામ્યા હતા. તેથી તેઓ શ્રીજીમહારાજનો અને તેમને હૃદયમાં અખંડ ધારી રહેલા સંતો-ભક્તોનો અને શ્રીજીમહારાજે પ્રસાદીની કરેલી કોઈ પણ વસ્તુનો અતિશય મહિમા જાણતા હતા.