
સત્યને જાણ્યા વગર જે, ધારણા કરવી જ્ઞાન;
અંધારામાં તીર છોડયા, જેવું ગણાય નિદાન...૦૧
નેગેટીવ કલ્પનાનાં, બે કારણ છે જ્ઞાન;
બુદ્ધિ પર વિશ્વાસ અતિ, વળી વધુ અભિમાન...૦૨
જે કોઈ ખુબ ઝડપથી, જજ કરે છે જ્ઞાન;
તેઓ અતિશે ઓછું જ, સમજે છે નિદાન...૦૩
સંબંધોને બગડવાની, શરૂઆત પ્રાય: જ્ઞાન;
થાય ખોટી કલ્પનાથી, સમજો આ વિજ્ઞાન...૦૪
જ્ઞાન દરેક પરિસ્થિતિની, ઘણી બધી બાજુ હોય;
એમાંથી આપણે એક જ, શકીએ છીએ જોય...૦૫
જ્ઞાન કોઇપણ પુસ્તકનું, એક પાનું વાંચી કાંય;
આખા પુસ્તકનું સંપૂર્ણ, મૂલ્યાંકન ન જ થાય...૦૬