
બ્રહ્મવેત્તા ગુરુ સંતનો, આશ્રય કરીને જ્ઞાન;
સેવા કરી રાજી કરો, પામી જવા ભગવાન...૦૧
કેવળ ગુરુની કૃપાથી જ, સફળ થવાય છે જ્ઞાન;
સાચા સંતની કૃપા વિના, મળતા નથી ભગવાન...૦૨
ગુરુ જ ટાળી શકે છે, શિષ્યનો અહંકાર;
જ્ઞાન આપી ગુરુ વિના, કોણ કરે ઉદ્ધાર...૦૩
જ્ઞાન સાચા ગુરુજી તો, શિષ્યનું હિત કરવા જ;
સદા તત્પર હોય છે, શિષ્યને સુધારવા જ...૦૪
મોહ કોઈથી બીતો નથી, છોડે નહિ જરાય;
જ્ઞાન ગુરુથી જ બીવે છે, ડરીને ભાગી જાય...૦૫
જ્ઞાન સાચા ગુરુજીની, જે રહે મરજીમાં જ;
તેથી મોહ દૂર જ રહે, મન રહે શ્રીહરિમાં જ...૦૬
ગુરુમુખી હોવી જોઈએ, સાધક સાધના દરેક;
જીવનું સર્વ રીતે સારું, જ્ઞાન કરે ગુરુ એક...૦૭
જ્ઞાન મોટાની કૃપા વિના,ટળવા કઠણ વિકાર;
મોટા કૃપા કરે તો જ, ટળે મલિન સંસ્કાર...૦૮
ગુરુને રાજી કરો તો, કામ બળી જાય જ્ઞાન;
સર્વે દોષો ટળી જાય, મળી જાય ભગવાન...૦૯