Gungrahita

Gungrahita
October 17, 2024
Krushnapriyadasji Swami - Kundaldham
0:00/0:00

તેણે પોતાના એક મિત્રને કહ્યું, ‘તું તારો વિડિઓ-કેમેરા લઈને આવ. મારે એક અદ્ભુત વિડિઓ ક્લીપ બનાવીને તને અને વિડિઓ ક્લીપ જોનારાને મારા કૂતરાની એક વિશેષતા બતાવવી છે, અને તારે એનું શૂટિંગ કરવાનું છે.’

પેલો મિત્ર પોતાનો વિડિઓ-કેમેરો લઈને આવ્યો. ખેડૂત પોતાના કૂતરાને અને મિત્રને લઈને નદીને કિનારે ગયો. ખેડૂત પોતાની સાથે એક દડો લાવ્યો હતો, તે દડાને તેણે નદીના પાણીમાં દૂર ફેંક્યો અને પછી મિત્રને કહ્યું, ‘હવે તું તારા વિડિઓ-કેમેરાથી શૂટિંગ કર અને મારા આ કૂતરાની અદ્ભુત શક્તિની વિશેષતા જો.’

ખેડૂતે પોતાના કૂતરાને દડો લાવી આપવા માટે આદેશ કર્યો, એટલે તરત જ કૂતરો તો પાણી પર ચાલતાં ચાલતાં દડા સુધી ગયો અને પોતાના મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતાં ચાલતાં જ પાછો આવ્યો.

આ સમગ્ર ઘટના દરમ્યાન પેલો ખેડૂત એના વિડિઓવાળા આ મિત્ર સામે જોઈ રહ્યો, પરંતુ મિત્રના ચહેરા પર કોઈ આશ્ચર્ય ન દેખાયું; એટલે એનાથી ના રહેવાયું. ખેડૂતે પોતાના મિત્રને પૂછ્યું, ‘દોસ્ત, તેં શું જોયું, તને મારા કૂતરાની કોઈ વિશેષતા દેખાઈ કે નહીં ?

પેલા મિત્રએ જવાબ આપ્યો, ‘મેં જોયું કે તારા કૂતરાને પાણીમાં તરતા આવડતું નથી તેથી તે ચાલીને પાણીમાં અવર-જવર કરતો હતો.’

વહાલા ભક્તો ! આપણે આવું જ કરીએ છીએ. સામેવાળાને જે બતાવવું છે તે નહિ, પરંતુ આપણે જે જોવું છે તે જ આપણે જોઈએ છીએ અને પરિણામે ગેરસમજણ ઊભી થાય છે; જે સંબંધોને કોરી ખાય છે.