Aishwaryano Apcho Ane Khapni Balihari

Aishwaryano Apcho Ane Khapni Balihari
March 1, 2025
Prasannavadan Swami - Kundaldham
0:00/0:00

વહાલા ભક્તો ! ભગવાને આપણને મનુષ્યદેહ આપ્યો, આવો સત્સંગ આપ્યો, સારા વિચારો આપે છે, આપણા દેહનું ભરણપોષણ કરે છે, આપણા યોગક્ષેમનું વહન કરે. અરે !

એક સમયે શ્રીજીમહારાજ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા ને સંતો-ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે સમે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને વાત કરી જે, ‘બધે ઠેકાણે સત્સંગ થયો પણ સિંધ દેશમાં નથી, તો ત્યાં સત્સંગ કરાવવા કોને મોકલશું ?’ ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, ‘મહારાજ ! આ શેખજીને મોકલો. તે સત્સંગ કરાવશે.’