ખોટી કલ્પના

ખોટી કલ્પના
August 1, 2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ

 સત્યને  જાણ્યા  વગર  જે, ધારણા કરવી જ્ઞાન;

      અંધારામાં  તીર  છોડયા, જેવું  ગણાય નિદાન...૦૧

નેગેટીવ     કલ્પનાનાં,   બે  કારણ   છે   જ્ઞાન;

       બુદ્ધિ  પર વિશ્વાસ અતિ, વળી વધુ અભિમાન...૦૨

 જે  કોઈ  ખુબ  ઝડપથી,   જજ   કરે  છે   જ્ઞાન;

         તેઓ   અતિશે  ઓછું   જ,   સમજે  છે  નિદાન...૦૩

  સંબંધોને  બગડવાની,  શરૂઆત  પ્રાય:  જ્ઞાન;

         થાય   ખોટી  કલ્પનાથી,  સમજો  આ  વિજ્ઞાન...૦૪

   જ્ઞાન દરેક પરિસ્થિતિની, ઘણી બધી બાજુ હોય;

          એમાંથી  આપણે  એક  જ, શકીએ  છીએ  જોય...૦૫

   જ્ઞાન  કોઇપણ  પુસ્તકનું, એક  પાનું  વાંચી  કાંય;

         આખા   પુસ્તકનું   સંપૂર્ણ, મૂલ્યાંકન  ન  જ  થાય...૦૬