મુમુક્ષુનો (મોક્ષના સાધકનો) માર્ગ હંમેશા વિઘ્નોથી ભરેલો હોય છે. તે હંમેશાં પોતાની ઈન્દ્રિયો સાથે આંતરિક (અને ક્યારેક બાહ્ય રીતે પણ) લડાઈ કરતો હોય છે. આ લડાઈમાં ટકી રહેવા માટે, આપણે જ્ઞાન અને ધાર્મિક ઉપદેશોથી આપણી જાતને પ્રબુદ્ધ કરવાની જરૂર છે. આ એપ્લિકેશન તે આંતરિક શક્તિ બનાવવામાં મદદ કરે છે! આ એપ્લિકેશન એ આકર્ષક, પ્રેરણાદાયી અને અધિકૃત કથા, કીર્તન, મંત્રમુગ્ધ કરતી ધૂન, સદગ્રંથો, આધ્યાત્મિક બ્લોગ્સ, ઓડિયોબુક્સ અને 3D એનિમેશન, નિત્ય દર્શન (વિવિધ તીર્થધામોના ભગવાનના ફોટા), શિબિર-મહોત્સવ, ચંદનના વાઘા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેલિફિલ્મ્સ, યાત્રા-પ્રવાસ, જાગૃતિ (Awareness), હિંડોળા-અભિષેક અને સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય ડિજિટલ મીડિયાના સંગ્રહનું ડિજિટલ પ્રવેશદ્વાર છે.
આ એપ્લિકેશનમાં અદ્ભુત સુવિધાઓ છે, અને કેટલીક સૌથી આકર્ષક સુવિધાઓ નીચે સૂચિબદ્ધ છે:
સંપ્રદાયના પ્રખ્યાત અને આદરણીય સંત પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ (જેઓ પૂ. ગુરુજી તરીકે જાણીતા છે) અને અન્ય ઘણા સંતો દ્વારા કથિત ૬૦+ સદગ્રંથો (આધ્યાત્મિક પુસ્તકો અને આખ્યાન - મહાન ભક્તો અને સંતોના જીવન પર આધારિત નૈતિક બોધ) પર ૧૦,૦૦૦+ કલાકના આધ્યાત્મિક પ્રવચનો.
૬૦+ જાણીતા ગાયકો દ્વારા ગવાયેલા ૧,૦૦૦+ કીર્તનો. ૩૦+ કવિઓની રચનાઓ.
રાગ, મૂડ અને પ્રસંગો અનુસાર વર્ગીકૃત ધૂન. આ ધૂન તમને ધ્યાનમાં મદદ કરી શકે છે અને તમારા આત્માને શાંતિ આપી શકે છે!
વચનામૃત, ભક્તચિંતામણી, હરિસ્મૃતિ વગેરે જેવા પ્રખ્યાત સદગ્રંથોની ઓડિયોબુક્સ.
વચનામૃત, સ્વામીની વાતો, શ્રીજીની લીલા જેવા પુસ્તકો અને કીર્તનના અનેક પુસ્તકો. જેમાં વાંચનના અનુભવને વધારવા માટે ઓડિયો, પ્રાદેશિક/શાસ્ત્રીય અને તત્વજ્ઞાનના શબ્દોની સરળ સમજૂતી, ઑફલાઇન ડાઉનલોડ, પુસ્તકોની અંદર સર્ચ અને યુનિવર્સલ સર્ચ, હાઇલાઇટ અને નોટ્સ, બુકમાર્ક, લપ્યંતર (transliteration), ઓટો સ્ક્રોલ, તમને ગમતું કન્ટેન્ટ સરળતાથી શેર કરવું અને નાઇટ મોડ જેવી સુવિધાઓ છે.
સંતો અને ભક્તો સહિત વિવિધ લેખકોના આધ્યાત્મિક બ્લોગ્સ, જેમાં વાંચનનો અનુભવ વધારવા માટે ઓડિયો, નાઈટ મોડ અને સંબંધિત બ્લોગ્સ જેવી સુવિધાઓ અને વર્ગીકરણ ઉપલબ્ધ છે!
ઇનબિલ્ટ રિંગટોન મેકર વડે તમને ગમતા ઓડિયોમાંથી રિંગટોન બનાવો.
રીયલ-ટાઇમ પુશ નોટિફિકેશન.
આ એવી જગ્યા છે જ્યાં તમે તમારી પોતાની પ્લેલિસ્ટ બનાવી શકો છો!! અને આ ઓડિયો અને વિડિયો બંને ફોર્મેટ માટે લાગુ પડે છે! (ઓડિયો, વિડિયો, પુસ્તકો, બ્લોગ્સ અને મેગેઝિન)
તમારા ડેટાનું ઓટોમેટિક બેકઅપ (રજીસ્ટ્રેશન અને લોગિન જરૂરી), બહુવિધ ઉપકરણો વચ્ચે ડેટાને સરળતાથી સિંક્રનાઇઝ કરો.
આ એપ બે અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ છે - અંગ્રેજી અને ગુજરાતી.
ઓડિયો, વિડિયો વગેરે કન્ટેન્ટનું શેરિંગ!
૨૪x૭ રેડિયો અને લાઈવ ટીવી!
આ એપ એડવાન્સ સર્ચ ક્ષમતાઓ સાથે ટાઈપિંગ અને વોઈસ સર્ચ બંને વિકલ્પોને સપોર્ટ કરે છે!
તમે જે જોઈ/સાંભળી રહ્યા છો અને જે મીડિયા ફીચર અને ટ્રેન્ડિંગ છે તેના આધારે તમને કન્ટેન્ટના સૂચનો મળે છે!