કડવી તુંબડી

કડવી તુંબડી
April 1, 2026
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુન્ડલધામ
0:00/0:00

મોટાભાઈ જ્યારે જાત્રામાંથી પાછા આવ્યા, ત્યારે ગામમાં સામૈયું થયું. બધા જમવા માટે આમંત્રણ આપવા લાગ્યા. નાનાભાઈએ પણ આમંત્રણ દીધું. તેણે એક યુક્તિ કરી. તુંબડીને ઉપરથી કાપીને અંદર પાણી ભરી દીધું. મોટાભાઈ આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરીને કહ્યું, “ભાઈ, જાત્રાની વાત કરો.”

મોટાભાઈ કહે, “હું વર્ષોવર્ષ જાત્રા કરવા જાઉં છું, પણ આ વખતે મેં તારી તુંબડીને બધે જ સ્નાન કરાવ્યું છે, ભગવાનની પ્રસાદીની કરાવી છે.” નાનોભાઈ કહે, “મારી તુંબડી તો મહાપ્રસાદીની થઈ ગઈ ! તમે આ તુંબડીનું પાણી પીઓ.” મોટાભાઈએ જ્યાં એક ઘૂંટડો પીધો ત્યાં તો કડવાશ આખા શરીરમાં વ્યાપી ગઈ ! “બહુ કડવી, બહુ કડવી” કહીને તુંબડી ફેંકી દીધી. પછી તો બે દિવસ ગળ્યું ખાધું ત્યારે માંડ કડવાશ મટી.

નાનાભાઈએ કહ્યું, “હવે એવું નથી. સાધુએ આ તુંબડીની કડવાશ કાઢી છે. જુઓ હું પી દેખાડું.” એમ કહી તેણે થોડું પાણી પીધું. પછી મોટાભાઈને વિશ્વાસ બેઠો. તેમણે જ્યાં એક ઘૂંટડો પીધો ત્યાં તો મીઠું ટોપરા જેવું પાણી ! “માળું આમ શાથી થયું ?