હેતના ટેભા

હેતના ટેભા
January 13, 2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

મહારાજ ખુશ થઈ ગયા અને કહ્યું : “આત્મારામ ! આ ડગલી તો અદ્ભુત બની છે, અમને તો બહુ જ ગમી. અમે ખૂબ રાજી થયા. માગો માગો, અમે તમને શું આપીએ ?” આત્મારામે હાથ જોડીને કહ્યું : “હે વહાલા ! આપ રાજી થયા હવે મારે બીજું શું જોઈએ ?” આત્મારામની આવી નિષ્કામ પ્રેમભક્તિ જોઈ મહારાજે રાજી થઈ તેમને થાળની પ્રસાદી આપી.

આત્મારામ ઘડીક તો મૂંઝાયા કે શું જવાબ આપવો ? પણ શ્રીહરિને અંતરમાં સંભારી શાંતિથી જવાબ આપ્યો : “મહારાજા ! માફ કરજો, એકલી કારીગરીથી આ કામ નથી થયું. એ તો મેં મારા ઇષ્ટદેવ માટે હેતના ટેભા લઈને બનાવી હતી, બીજા માટે આવી ડગલી સીવવા હેતના ટેભા ક્યાંથી લાવું ?

રાજા સમજદાર હતા. બધું સમજી ગયા કે, એને એના ઇષ્ટદેવ જેવો પ્રેમ મારા ઉપર ક્યાંથી હોય ? તરત મન વાળી લીધું.

વહાલા ભક્તો ! ભક્ત અને ભગવાનના આ પ્રેમપૂર્ણ પ્રસંગથી આપણે પ્રેરણા લઈએ કે