ચાલો ઘરસભા કરીએ....

ચાલો ઘરસભા કરીએ....
March 9, 2023
દિવ્યાંગભાઈ ઠક્કર - આણંદ
0:00/0:00

ઘરમાં રહેલા દરેક સભ્યને પોતાની કાયક જવાબદારી તો હોય જ. જેમ કે બાળકોને ભણવાની, પપ્પાને નોકરી ધંધાની જવાબદારી, મમ્મીને ઘર ચલાવવાની અને ઘરના સભ્યોનું ધ્યાન રાખવાની જવાબદારી. આ જવાબદારી નિભાવતા ક્યાંક વિપરીત પરિસ્થિતિ આવે એટલે સ્ટ્રેસ વધી જાય, પણ જો આવા સમયે ઘરના સભ્યો સાથે રહી એકબીજાને મદદરૂપ થાય તો મુશ્કેલી પણ મંગલ બની જાય. ઘરસભાં એક એવું માધ્યમ છે કે જેના દ્વારા ઘરમાં બધા સભ્યો એકબીજાથી નજીક થાય, એકબીજાથી મુશ્કેલી શેર કરી શકે અને એકબીજાની મદદ લઈ શકે. તો ચાલો, આ સ્મરણ વર્ષમાં કરીએ ઘરસભા...

પૂ.ગુરુજીએ આ વર્ષનું નામ સ્મરણ વર્ષ રાખ્યું છે. માટે આ ઘરસભાનો પ્રારંભ સ્મરણથી કરીએ.... ઘરના બધા સભ્યોએ ભેગા મળીને ૧૦ મિનિટ ધુંન કરવી. ત્યારબાદ આ ચોપાઈ બોલી સમૂહમાં પ્રાથના કરવી.

"કરી મહારાજે મોટી મહેર, આણ્યો સત્સંગ રૂડી પેર.
એહ સત્સંગ છે મોટી વાત, એમાં કલ્યાણ છે સાક્ષાત્"

પૂજન : ઘરના સહુથી નાના સભ્યએ મહારાજનું ફૂલ-ચોખા કે તુલસી વડે પૂજન કરવું. ત્યારબાદ નામ સ્મરણના મહિમાનું એક કીર્તન બધા સભ્યોએ ભેગા મળીને સાંભળવું કે ગાવું.

જીવનમાંથી સ્ટ્રેસ દૂર કરવા પુ. દયાળુ સ્વામીની વિડિયો કલીપ જોઈએ..

જો આપણે જીવનમાં એક ટેવ પાડીશું તો ગમે તેવા સ્ટ્રેસ ને દૂર કરી શકીશું. અને જરૂર હળવા થઈ શકીશું. તે ટેવ છે વાલમ સાથે વાતો કરવી. પૂ. સ્વામીએ કહ્યું તેમ જો આ સ્મરણ વર્ષમાં રોજિંદા જીવનમાં દરેક કાયમ ભગવાનને સાથે રાખીશું તો તેમની સ્મૃતિ થશે અને ભગવાન સાથે આપણો લાઈવ કોન્ટેક્ટ જળવાઈ રહશે. તો આપણે ગમે તેવા સ્ટ્રેસને દૂર કરી આનંદમાં રહી શકીશું.

તો આવો કરીએ વાલમ સાથે વાતનો પ્રેકટીકલ અભ્યાસ.

ઘરના દરેક સભ્યએ આખા દિવસની પોતાની સાથે જે બન્યું હોય તેની વાતો મહારાજની સાથે કરવી.

જો આપણે સ્મરણ વર્ષમાં વાલમ સાથે વાતો કરવાની ટેવ પાડીશું તો સ્ટ્રેસ તો ઘટશે જ, સાથે સાથે તેના બીજા પણ અનેક ફાયદા થાય છે, તો આવો જોઈએ પૂ. ગુરુજીના મુખે વાલમ સાથે વાતોના ફાયદા...

ઘરના બધા સભ્યો ભેગા મળીને નક્કી કરીએ કે, આ સ્મરણ વર્ષમાં ભગવાનને સાથે રાખીને આખા દિવસમાં બનેલી ઘટનાઓમાં વાલમ સાથે વાતો કરવાની ટેવ પાડીએ.

આ ઉપરાંત સ્મરણ વર્ષ ચાલે છે તો ઘરસભામાં ઘરના વડીલે દરેક સભ્યોએ કેટલું નામસ્મરણ કરે છે તે પૂછીને જેમને સારું થતું હોય તેમને રાજીપો આપવો. છેલ્લે હલવો આનંદ કરીને પ્રસાદ વેહચવો ને સભાને પૂર્ણ કરવી..