
ખરાબ વર્તન કરવું નહિ, કોઇ સાથે કદાય;
જ્ઞાન સુવર્તનથી સહુને, રાજી કરો સદાય...૦૧
સૌએ વિચારવું ઘટે કે, મુજ વર્તનથી જ્ઞાન;
બીજા કેટલા થતા હશે, દુ:ખી અને હેરાન...૦૨
જ્ઞાન બહુ ક્રોધ કરીને, જેમ તેમ ન બોલાય;
કોઈનું દિલ દુખાય તો, હરિવર નારાજ થાય...૦૩
કદિ કોઈનાય કામને, અવગણશો નહિ જ્ઞાન;
સહુના કામની કદર કરો, વખાણ કરો દ્યો માન...૦૪
કિંમત બીજાના કામની, જાણવી જ પડે જ્ઞાન;
જેમ તેમ બોલી કોઈનું, કરવું નહીં અપમાન...૦૫
કોઈના સ્થાન પર રહી, કામ કરો જો જ્ઞાન;
કેટલું એ કઠણ છે તેની, તો જ પડે છે ભાન...૦૬