
આ જગતમાં જેમ માતા પોતાના બાળકનું પાલન-પોષણ કરે છે, તેમ જ સર્વના પિતા પરમ કૃપાળુ શ્રીહરિજી મહારાજ અને આપણા ગુરુ આપણું સર્વે રીતે ભલું કરતા હોય છે. પરંતુ જેમ બાળક માતાના આધારે જ રહે છે તેમ આપણે જે પ્રાપ્તિ કૃપામાં મળવાની છે તેને સાધનનું બળ લઈ આપણે વિકટ કરી નાખીએ છીએ.
જે જે ભગવાનના ભક્તો કેવળ ભગવાનના આધારે રહે છે તેની વહારે ભગવાન કઈ રીતે આવે છે ? તે એક કૃષ્ણ ભક્તના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરીએ...
એક વૃદ્ધ માતા પોતાના કુટુંબ માટે શાકભાજી લેવા દુકાન પર ગયા. તેમની પાસે શાકભાજી ખરીદવાના પૈસા ન હોવાથી તેમણે દુકાનદારને શાકભાજી ઉધાર આપવા માટે વિનંતિ કરી, પણ દુકાનદારે ઉધાર આપવાની ના પાડી. પરંતુ માજીના આગ્રહને લઈને દુકાનદાર ખીજાઈને કહેવા લાગ્યો, “તમારી પાસે કાંઈ એવું છે કે જેની કાંઈક કિંમત હોય ? તેને આ ત્રાજવા ઉપર મૂકો. હું તેના વજન બરોબર શાકભાજી આપી દઈશ.”
આશ્ચર્ય...!! કાગળવાળું પલ્લું નીચે નમી ગયું અને શાકભાજીવાળું પલ્લું ઊંચું જ રહ્યું. દુકાનદારે વધારે શાકભાજી મૂક્યું, પરંતુ કાગળવાળું પલ્લું ઊંચું જ ન થયું. છેવટે દુકાનદારે થાકીને આશ્ચર્ય સાથે માજીના કાગળને ઉપાડીને વાંચ્યો. વાંચીને તે ખૂબ જ વ્યથિત થઈ ગયો.
દુકાનદાર જોતો જ રહી ગયો. તેણે બધું જ શાકભાજી માજીને આપી દીધું, પરંતુ કાંઈ સમજી ન શક્યો.