ગુરુને સેવી હરિ પામો

ગુરુને સેવી હરિ પામો
July 1, 2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ

બ્રહ્મવેત્તા   ગુરુ   સંતનો,  આશ્રય  કરીને   જ્ઞાન;

સેવા  કરી   રાજી   કરો,   પામી  જવા  ભગવાન...૦૧

કેવળ ગુરુની કૃપાથી  જ, સફળ થવાય છે જ્ઞાન;

સાચા સંતની કૃપા વિના, મળતા નથી ભગવાન...૦૨

ગુરુ  જ   ટાળી   શકે   છે,   શિષ્યનો   અહંકાર;

જ્ઞાન   આપી   ગુરુ   વિના,   કોણ   કરે  ઉદ્ધાર...૦૩

જ્ઞાન સાચા ગુરુજી તો,  શિષ્યનું હિત કરવા જ;

સદા   તત્પર  હોય   છે,   શિષ્યને  સુધારવા  જ...૦૪

મોહ કોઈથી  બીતો  નથી,  છોડે  નહિ  જરાય;

જ્ઞાન  ગુરુથી  જ  બીવે  છે, ડરીને  ભાગી  જાય...૦૫

જ્ઞાન   સાચા  ગુરુજીની,  જે  રહે  મરજીમાં  જ;

તેથી  મોહ  દૂર  જ  રહે, મન  રહે શ્રીહરિમાં  જ...૦૬

ગુરુમુખી  હોવી  જોઈએ, સાધક સાધના દરેક;

જીવનું   સર્વ  રીતે  સારું,  જ્ઞાન  કરે  ગુરુ  એક...૦૭

જ્ઞાન મોટાની કૃપા વિના,ટળવા કઠણ વિકાર;

મોટા  કૃપા  કરે  તો  જ,  ટળે   મલિન  સંસ્કાર...૦૮

ગુરુને  રાજી  કરો તો,  કામ  બળી  જાય જ્ઞાન;

સર્વે  દોષો  ટળી  જાય,  મળી  જાય  ભગવાન...૦૯