
તેમના એક મિત્ર દરજી હતા. એક દી તેમને તાવ આવ્યો ને ભગવાનના ધામમાં ગયા. થોડા વખત પછી શેઠ માંદા પડયા અને દેહ ન રહે તેવું થઈ ગયું. તેમના મિત્ર દરજીનો પંદર વરસનો દીકરો તે શેઠની ખબર કાઢવા આવ્યો. ત્યારે શેઠે કહ્યું, “બેટા, હવે મારો દેહ રહે તેમ નથી. ભગવાનના ધામમાં જવાનું થયું.”
છોકરો બહુ હોશિયાર હતો, તેણે શેઠની મનોદશા જાણીને કહ્યું, “મારા બાપા કહેતા હતા કે ‘ધામમાં ભગવાનના વાઘા સીવવા છે,’ પણ તેઓ સોય સાથે લઈ જવાનું ભૂલી ગયા છે, તમે હવે ભગવાનના ધામમાં જવાના છો, તો તમે તે સોય ત્યાં લઈ જશો ને તેમને આપી દેશો ?” શેઠે કહ્યું, “ભલે લઈ જાઉં, તેમાં શું.”
પછી તે છોકરો સોય આપીને જતો રહ્યો. શેઠ વિચારવા લાગ્યા કે ‘આ સોય કેડિયાની ખાલમાં ઘાલું.’ પછી વિચાર થયો કે ‘મર્યા પછી કેડિયું તો સાથે આવવાનું નથી.’ પછી એમ થયું કે ‘મોઢામાં ગાલના ગલોફામાં મૂકું.’ પછી વળી વિચાર થયો કે
તે સાંભળીને શેઠની આંખ ઊઘડી ગઈ. તેમને જ્ઞાન થયું કે “માળું, મરીએ ત્યારે કશું સાથે લઈ જવાતું નથી.” તેમણે પરમાત્માને પ્રાર્થના કરી કે ‘મને જો બેઠો કરો તો પુણ્યદાન કરું.’ તેઓ ભગવાનની ચ્છાથી સાજા થઈ ગયા. પછી તેમણે મંદિર બંધાવ્યું, સાધુ અને બ્રાહ્મણોને જમાડયા અને દાન-પુણ્ય કર્યું.
વહાલા ભક્તો, આપણને એમ થાય કે મને આવું શેઠ જેવું અજ્ઞાન થોડું હોય ? પરંતુ જીવનનિર્વાહ થાય તેટલું કે તેથી વધુ ધન, સંપત્તિ વગેરે હોવા છતાં, વધુ મેળવવાનાં પ્રયત્નો કે ચ્છા થતી હોય તો જાણવું કે શેઠ જેવું કે કાંઈક બીજું અજ્ઞાન તો છે જ; માટે પ્રહ્લાદજી તો બાળપણમાં જ કહેતા કે,