આપણે પોતાને ઓળખીએ છીએ ?

આપણે પોતાને ઓળખીએ છીએ ?
January 13, 2025
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

આ સાંભળીને તેમની ફક્ત પાંચ વર્ષની દીકરીએ કહ્યું, “પપ્પા, શું એ સાચું છે કે આપણે જે કાંઈ બોલીએ તે ભગવાન સાંભળે છે અને જે કાંઈ કરીએ તે ભગવાન જુએ છે ?

ત્યારે પિતાએ કહ્યું, “ચોક્કસ બેટા.” ત્યારે દીકરીએ કહ્યું, “ત્યારે ભગવાને તમે કરેલ પ્રાર્થના સાંભળી હશે, નહીં ?” “હા, બેટા.” “અને, તમે હમણાં કરેલ ભોજન વિષેની ફરિયાદ પણ સાંભળી હશે ?” “ચોક્કસ બેટા.”

વહાલા ભક્તો, કહેવાય છે કે,


વહાલા ભક્તો, ઉપર કહ્યા એવા દુર્જનો ભગવાન કે મોટા પુરુષને ગમતા નથી, પણ સજ્જનો જ ગમે છે. વળી, ભગવાન અને એમને અખંડ ધારી રહેલ મોટા પુરુષ ખરેખર આપણા દિલમાં શેની ઇચ્છા છે, તે જાણે છે. માટે ભગવાન તો આપણી અંતરની ઇચ્છા પ્રમાણે આપણાં ભજન અને સેવાનું ફળ આપે છે; અને મોટા પુરુષ એ પ્રમાણે આશીર્વાદ આપે છે.

આપણે રોજ સવારની પૂજામાં, માનસી પૂજામાં અને સાંજે આરતી બાદ સ્તુતિમાં રોજ ભગવાનને ઘણી પ્રાર્થના કરીએ છીએ; અરે, વર્ષોથી કરીએ છીએ તોપણ તે પ્રમાણે કેમ થતું નથી ? શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા નથી કે પછી આપણા અંતરમાં બીજું છે ને પ્રાર્થનામાં બીજું છે ? અરે, ઘણી વાર તો અંતરમાં હોય તેવું બોલતા હોઈએ, પણ ભગવાન જાણતા હોય કે આ ક્યારે ફરી જશે તેનું નક્કી નથી.