આપણી ખરી તાકાત

આપણી ખરી તાકાત
September 1, 2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ

નિજ  હિતેચ્છુ આપણને,  પકડી રાખે ભ્રાત;

      જ્ઞાન તે અવરોધ નથી, ખરી છે નિજ તાકાત...૦૧

જ્ઞાન સ્વજન આપણને, પકડી રહ્યા નથી જ;

      ટેકો  આપી રહ્યા  છે,  તેને  ન  તજો  કદી જ...૦૨

ઊંચા  ઉડો એટલા  જ,  મજબુત  દોરા સાથ;

       જોડાયેલા  રહેવાની,  જ્ઞાન  જરૂર   છે  માથ...૦૩

 મોટાઓનું  નિયંત્રણ,  બંધન  નથી  જ  જ્ઞાન;

       સાચું  રક્ષણ  એ  જ  છે,એ  છે  શક્તિ મહાન...૦૪

સાચાનો સંગ તજો પછી, જ્ઞાન થોડીક જ વાર;

       સુખી થતા  જણાઓ પણ,  દુ:ખ આવે અપાર...૦૫