કુંડળધામ શ્રી સ્વામિનારાયણ મંદિરનો અનોખો સેવા યજ્ઞ

કુંડળધામ શ્રી સ્વામિનારાયણ મંદિરનો અનોખો સેવા યજ્ઞ

જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી કુંડળગામના જરૂરિયાતમંદોને અનાજ અને તેલનું વિતરણ કરાયું.

બોટાદ જીલ્લા બરવાળા તાલુકાના કુંડળધામ સ્વામિનારાયણ મંદિર ના પ્રેરક પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તા. ૨૦/૨/૨૦૨૨ ના રોજ કુંડળગામના જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને તેલનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુંડળ ગામના લગભગ ૮૫ થી ૯૦ ઘરોએ તેનો લાભ લીધો હતો. વ્યક્તિદીઠ ર૦ કિલો અનાજ અને ૫૦૦ ગ્રામ તેલનું વિતરણ કુંડળધામાના પૂજ્ય સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્યદયાળુ સ્વામીએ ઉપસ્થિત સૌ ગ્રામજનોને આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ બોટાદ જીલ્લા વિકાસ અધિકારી શ્રી પી.ડી.પલસાણા સાહેબ તથા ગામના સરપંચએ પણ ઉપસ્થિત રહી પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. કુંડળ ગામના લોકોને મદદરૂપ થવાના ઉમદા હેતુ સાથે પૂજ્ય ગુરુજી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણા અને ભાવનાથી કુંડળ ગામના જરૂરિયાતમંદ પરિવારોને સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તરફથી દર વર્ષે જરૂરિયાતમંદોને આખું વર્ષ ચાલે તેટલું અનાજ વિતરણ કરવામાં આવે છે.

કુંડળધામ સ્વામિનારાયણ મંદિર તરફથી છેલ્લા સાત આઠવર્ષથી આ રીતે અનાજનું વિતરણ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ કુંડળ ગામવાસીઓને સતત છેલ્લા સાત આઠ વર્ષથી કરાતાં અનાજ વિતરણના કાર્યને ગામ લોકોએ આવકારીને જણાવ્યું હતું કે, કુંડળધામ શ્રીસ્વામિનારાયણ મંદિર હંમેશા ગામ લોકોને પડખે ઊભું રહે છે. મંદિરની આવી સેવાકીય પ્રવૃત્તિ અમોને હુંફ આપે છે.સરપંચશ્રી તથા ગ્રામજનોએ કુંડળધામ શ્રીસ્વામિનારાયણ મંદિર અને પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીનો અભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.