શ્રીસહજાનંદ યુવક મંડળ, અમદાવાદ દ્વારા
તા.૨૫/૦૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ દિવ્ય શાકોત્સવ એવં
સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાળ
ઉપાધ્યાય ઓડિટોરિયમ & કોમ્યુનીટી હૉલ અમદાવાદ ખાતે
યોજાયેલ આ દિવ્ય શાકોત્સવમાં કુંડળધામથી પ.પૂ.સદ્.
શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાના સંતમંડળ સાથે પધારી
કથામૃતનો લાભ આપ્યો હતો. પૂ.ગુરુજીએ ‘વચનામૃતમાં શ્રીહરિ ની
આજ્ઞાઓ’ એ વિષય પર વચ.ગ.પ્ર.૧૮ના આધારે વર્તમાન જીવનમાં
આહાર, વિહાર, દ્રષ્ટિ, વાણી, વિચાર, વર્તન વગેરે કેવાં રાખવાં
તેની વિશદ ચર્ચા કરીને જીવન ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે વડતાલધામથી પ.પૂ.શ્રીદેવપ્રકાશદાસજી સ્વામી-ચેરમેનશ્રી વડતાલધામે પધારી દર્શન આશીર્વચનનો લાભ આપ્યો હતો. આ ઉપરાંત ઘણા રાજકીય મહાનુભાવો, પદાધિકારીઓ, વકીલો, ડાૅક્ટરો અને સમાજશ્રેષ્ઠી ઓએ પણ ઉપસ્થિત રહી આ દિવ્ય શાકોત્સવ એવં સત્સંગ સભાનો લાભ
લીધો હતો. મંચ પર અમદાવાદના ભક્તો એ શ્રીસ્વામિ નારાયણ
સંપ્રદાયમાં શ્રીજીમહારાજે ૨૦૦ વર્ષ પહેલાં પ્રવર્તાવેલી
શાકોત્સવની પરંપરાનું આબેહૂબ દ્રશ્ય ખડું કર્યું હતું. આ સમગ્ર
કાર્યક્રમના યજમાનપદની સેવાનો લાભ પ.ભ.શ્રીનિલેશભાઈ કોટકે
લીધો હતો.