સત્સંગના ગરજુ રહીએ...

સત્સંગના ગરજુ રહીએ...
December 1, 2025
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

STS નામની એક બહુ મોટી ટેક્સ્ટાઇલની કંપની હતી. આ કંપનીમાં કર્મચારીઓનો સ્ટાફ લગભગ ૧૬૦૦ જેટલો હતો. એક દિવસ અચાનક મોહિતભાઈએ કંપનીના ચીફ મેનેજર પાસે જઈ કહેવા માંડયું, સર ! મારો વિચાર બીજી એક કંપનીમાં જોડાવાનો છે.’ આ સાંભળી ચીફ મેનેજરે તેમને ઘણાક પ્રશ્નો પૂછ્યા, ‘શું તમને અહીં સેલેરી ઓછી પડે છે ? નાઇટશીપ કરવામાં કોઈ મુશ્કેલી છે ? તમે શીફ્ટ ચેન્જ કરવા માગો છો ? જમવામાં કોઈ તકલીફ છે ?’ મોહિતભાઈએ દરેક સવાલોના જવાબમાં ના કહી, એટલે તેમણે કહ્યું, ‘તો પછી આટલી મોટી અને સારી કંપનીમાં કામ કરવામાં તમને બીજી શું તકલીફ છે ?