સતત સ્મરણ કરવાના ઉપાય

સતત સ્મરણ કરવાના ઉપાય
February 1, 2025
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણની આપણને આજ્ઞા છે કે આપણે અખંડ ભજન થાય છે ? સદા આનંદમાં રહેવાય છે ? કેમ એમ નથી રહેવાતું ? તેનું કારણ શોધવું જોઈએ. મહારાજ તો એમ કહે છે કે, ‘ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં. જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં. (વચ.પ્ર.૪૯)

જો પરમાત્મામાં પરમ પ્રેમ થઈ જાય તો સંભારવા ન પડે પણ શ્રીહરિ સાંભર્યા જ કરે. જેમ સચ્ચિદાનંદ સ્વામીને અને ગોપીઓને ભગવાન ભૂલવા હોય તોય નો’તા ભુલાતા, તેમને ભગવાનને સંભાર્યા વિના રહેવાતું જ નહીં.

આપણે પ્રભુમાં એવો પ્રેમ કરવો હોય તો મહારાજમાં મમતા કરવી જરૂરી છે. તે માટે એવા મહિમાવાન ભજનાનંદી સંતનો સમાગમ અને સેવા કરવી આવશ્યક છે.

જેમ કોઈ ખરેખર ભૂખ્યો-તરસ્યો મનુષ્ય હોય તેને ભોજન-પાણીનું ધ્યાન-ભજન કરવું પડતું નથી, આપોઆપ થયા કરે છે. કારણ કે, અન્ન-પાણીની ભડભડતી ભૂખ-તરસ લાગી છે; તેમ ભગવાનની જેને તીવ્ર જરૂર જણાઈ ગઈ હોય તેને ભગવાન સાંભર્યા જ કરે છે. માનો આપણે વિમાનમાં કે સ્ટીમરમાં મુસાફરી કરતા હોઈએ અને એવો આપત્કાળ આવે કે મોત સામે દેખાઈ જાય, તો ભગવાન જીવમાંથી સાંભરવા લાગે. કેમ કે, ભગવાનની ખરેખર જરૂર જણાઈ ગઈ છે. જેમ લોભી જીવને ધનની આવશ્યકતા અનુભવાય છે એટલે સર્વના ભોગે ધન સાચવે છે અને વધુ ને વધુ મેળવ્યા કરે છે; તેમ આપણને ભગવાનની આવશ્યકતા સમજાઈ જાય તો સર્વના ભોગે અખંડ ભજનપરાયણ જ રહેવાશે.

પૂ.ગુરુજીએ કીર્તનમાં કહ્યું છે કે,