સાચું સુખ અને મોટપ એટલે હરિસ્મરણ

સાચું સુખ અને મોટપ એટલે હરિસ્મરણ
January 1, 2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

કાશીના રાજાને ત્યાં એક વ્યક્તિ સૈનિક તરીકે નોકરી કરતો હતો. સમય જતાં બઢતી મળતાં એ સૈનિક રાજાનો અંગરક્ષક બની ગયો. રાજમહેલની અંદર છૂટથી બધે એને જવાનું થતું.

રાણીને આંચકા સાથે બહુ આશ્ચર્ય થયું, પણ તે રાણી બહુ સમજણી હતી, ભગવાનની ભક્ત અને જ્ઞાની હતી. એણે પળમાં વિચાર કરી સારો એવો ઉપાય શોધીને દાસીને કહ્યું, “કાંઈ વાંધો નહીં. તેં માગ્યું છે એ મારે આપવાનું. બોલાવ તારા પતિ ને !”

દાસીનો પતિ આવ્યો એટલે રાણીએ કહ્યું કે, “તું આટલી બધી ચિંતા કરવાનું છોડી દે. હું મારી રાજકુંવરી તને પરણાવીશ, પરંતુ પહેલાં તારે એક વાત માનવી પડશે. બોલ, માનીશ ?” “હા, હા માનીશ. તમે કહો એ બધું જ કરવા તૈયાર છું.” તો કહે, “તારે સતત છ માસ સુધી એક જ ઓરડામાં રહીને પરમાત્માની મૂર્તિ સામે જોઈ રહેવાનું અને પરમાત્માનું અખંડ સ્મરણ કરવાનું. ભગવાન સિવાય કોઈનું મોઢું નહિ જોવાનું. આ દરમ્યાન બારણાની નીચેથી તારો ખોરાક આવશે. આ રીતે તું રહીશ તો હું મારી રાજકુંવારી તને જરૂર પરણાવીશ. બોલ છે કબૂલ ?” પેલો કહે, “કબૂલ, કબૂલ. કુંવરી માટે બધું જ કરી છૂટવા તૈયાર છું.” પછી ન્હાવા-ધોવાની બધી જ વ્યવસ્થા સાથેના એક ઓરડામાં કરવામાં આવી. આ સૈનિક ભગવાનની મૂર્તિ આગળ જપ કરવા બેસી ગયો.

દિવસ પછી દિવસ વ્યતીત થતા ગયા. હરિસ્મરણને કારણે તેના મનમાં શાંતિ થવા લાગી. સારા વિચારો આવવા લાગ્યા. કામભાવ શાંત થવા લાગ્યો. નામજપના પ્રતાપે રાજકુમારીમાંથી તેનો મોહ ઊતરવા લાગ્યો અને મોહનવરમાં મોહ થવા લાગ્યો. તેને હરિમૂર્તિમાં એવી લગની લાગી કે, જમવાનું પણ ભૂલી જતો. છ મહિના પૂરા થવા આવ્યા, ત્યાં તો અખંડ નામ-સ્મરણના પ્રતાપથી અજપાજપ(સહજ સ્વભાવે થતા જપ) શરૂ થઈ ગયા. ભજનને કારણે એના અંતરમાંથી રાજકુંવરી નીકળી ગઈ.

છ મહિના પૂરા થયા એટલે રાણી રાજકુંવરીને સાથે લઈને તે ઓરડે આવ્યાં. આવીને રૂમના દરવાજા ખોલ્યા. ઓરડામાં હરિસ્મરણમાં તલ્લીન બનેલા સૈનિકને જોયો. પછી રાણીએ તે સૈનિકને જોઈને કહ્યું, “અરે ઓ સૈનિક ! હું તારા માટે મારી કુંવરીને લઈને આવી છું.”

સૈનિક બોલ્યો, ‘મને હવે મોહનવર મળી ગયા છે ! હવે મારે કોઈની જરૂર નથી.’ એમ કહીને તે સૈનિક ઓરડામાંથી ઊભો થઈને ચાલતો થયો. પછી પોતાની પરણેલી પત્નીનોય મોહ ઊતરી ગયો. સમગ્ર સંસારનો પણ એણે ત્યાગ કર્યો અને ગંગા કિનારે જતો રહ્યો. ત્યાં એક ઝૂંપડી બાંધીને ભજન કરવા લાગ્યો. અને અંતે એક મહાન સંત તરીકે એની ગણના થઈ.