પ્રેરક પ્રસંગ - સોરી સર !

પ્રેરક પ્રસંગ - સોરી સર !
May 10, 2023
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

નવમાં ધોરણમાં ભણતો એક છોકરો ચાર-પાંચ દિવસથી સ્કૂલે રોજ થોડો મોડો આવતો. એટલે એક દિવસ તેના શિક્ષકે તેને ખીજાઈને કહ્યું, “કેમ રોજ મોડો આવે છે ? કાલથી જો મોડો આવ્યો તો ક્લાસરૂમમાં નહિ આવવા દઉં, બહાર બેસાડીશ.”

બીજા દિવસે ફરી એ છોકરો મોડો આવ્યો. એટલે શિક્ષકે તેને ક્લાસરૂમમાં ન આવવા દીધો ને બહાર બેસાર્યો. પછી તો આ ઘટનાક્રમ પંદર દિવસ સુધી ચાલુ રહ્યો. છોકરો રોજ મોડો આવે ને શિક્ષક રોજ એને ક્લાસરૂમની બહાર બેસાડવાની સજા કરે. છોકરો કોઈપણ જાતની દલીલ વગર સજા સ્વીકારી લેતો.

એક દિવસ આ છોકરો સમય કરતા વહેલો સ્કૂલે આવી ગયો. રોજ મોડો આવનાર આ છોકરાને આજે વહેલો આવેલો જોઈને શિક્ષકને આશ્ચર્ય થયું  ને પૂછ્યું “કેમ આજે વહેલો આવી ગયો ?

છોકરાએ કહ્યું, “સર ! છેલ્લા ઘણા સમયથી માંરી મમ્મી બિમાંર હતી. કુટુંબનું ભરણપોષણ કરવા મારા પપ્પા રોજ વહેલી સવારે ન્યુઝપેપર વહેંચવા જાય છે. ઘરે માંરી એક નાની બહેન એકલી જ હોય છે. માંરા પપ્પા ઘરે પાછા આવે ત્યાં સુધી માંરે માંરી મમ્મી ની સંભાળ રાખવી પડતી. મારા પપ્પા ન્યુઝપેપર વહેંચીને ઘરે આવે પછી હું સ્કૂલે આવતો. એટલે રોજ મોડું થતું .”

શિક્ષકે કહ્યું, “તો આજ કેમ સમયસર આવી ગયો ?

છોકરાએ આંખમાં આંસુ સાથે કહ્યું, “સોરી...સર ! ગઈ કાલે માંરી મમ્મી આ દુનિયા છોડીને જતી રહી.”

આટલું સાંભળતા તો શિક્ષકની આંખમાં પણ આંસુ આવી ગયા. છોકરાને ભેટી પડ્યા ને બોલ્યા , “સોરી...બેટા ! મને માંફ કરી દેજે, મને આવી ખબર ન હતી...!”

ઘણીવખત આપણે સામેની વ્યક્તિની માંત્ર એક સાઈડ જોઈને જ જજમેન્ટ કરતા હોઈએ છીએ. જરાક તપાસીને જોઈએ તો બીજી સાઈડ પણ દેખાય છે. જેમાં વ્યક્તિની વાસ્તવિકતા છૂપાયેલી હોય છે. શું તે જોવાની આપણામાં ક્ષમતા છે ?