
શ્રીહરિ
પછી સુખાનંદ સ્વામી ચાલ્યા, તે અયોધ્યા પાસે બરહારામ ઘાટે આવ્યા. ત્યાંથી સરજુ નદી ઊતરીને આંબલીયા ગામમાં આવ્યા. ત્યાં ઇચ્છારામભાઈનો પરિવાર રહેતો હતો. ત્યાં ધર્મકુળના ગોપાળજી મહારાજને ઘેર ઊતર્યા. તેમણે સ્વામીને બહુ પ્રેમથી સાચવ્યા, તેથી સ્વામી ચોમાસાના ચાર મહિના ત્યાં રહ્યા. કોઈ દિવસ ગજુમામા તથા અન્ય હરિભક્તો પણ પોતાને ઘેર ભાવથી રસોઈ કરાવીને સ્વામીને જમાડતા. સ્વામીમાં રહી સાક્ષાત્ ભગવાન જમતા હોય એવાં પણ ઘણા ભક્તોને દર્શન થતાં. વળી, સ્વામી કથાવાર્તા દ્વારા ભક્તોને ખૂબ સુખ આપતા.
એક દિવસ સ્વામી જમ્યા પછી બપોરના સમયે ગામથી ઉગમણી કોરે તળાવડીએ નાહ્વા ગયા. સ્નાન કર્યા પછી બાજુમાં આવેલા બગીચામાં એક ઘટાદાર આંબા નીચે આસન વાળી ભજનમાં બેઠા. પ્રભુપ્રેમમાં હૈયું રસતરબોળ થયું. મન મૂર્તિમાં ખોવાઈ ગયું. પ્રેમ સહિત ગદગદ વાણી થઈ ગઈ. ભજન થાય પણ બોલી ન શકાય.
વહાલા ભક્તો ! જે કોઈને ભગવાનમાં પ્રેમ થઈ જાય, તો તે ગાંડા જેવો લાગે. એ ગલિયોમાં ફરતો હોય કે વગડામાં જઈને આંબા નીચે ભજન કરતો હોય, પણ પ્રભુની લગની લાગી જાય પછી એની કોઈ ક્રિયામાં કાંઈ આશ્ચર્ય કહેવાય નહીં.
ભગવાન સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિરૂપે સ્વામી ભજન કરતા હતા ત્યાં
પ્રગટ થયા.
આદિપુરાણમાં આ લખ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, ‘હે અર્જુન ! જે મારા નામનું ગાન કરીને મારી નજીક નાચવા લાગે છે; એવા પ્રેમી ભક્ત માટે હું તેનો વેચાણ બની જાઉં છું. આ હું તને સાચી વાત કહું છું.’
ત્યારે સ્વામી બોલ્યા, એવું સાંભળીને સુફળ મામા તો તરત ઉપડયા અને સાતેય પરામાં ફરી વળ્યા અને સ્વામીએ કહ્યા પ્રમાણે કહ્યું. આ સાંભળીને બીકને લીધે સાતેય મહોલ્લામાં અઢારેય વર્ણના લોકો સ્વામિનારાયણ...સ્વામિનારાયણ ભજન જ કરે, બીજી વાત જ નહીં. તેથી શ્રીજીમહારાજના પ્રતાપથી કોગળિયું આંબલીયા ગામમાં પ્રવેશી શક્યું જ નહીં !
સ્વામિનારાયણ ભગવાનનો આવો પ્રતાપ જોઈને ગામના અનેક જનો સ્વામીને શરણે આવીને કંઠી બાંધી શ્રીહરિના આશ્રિત થયા.