
આપણાથી કાંઈક એવું મન-કર્મ અને વચને કરી વર્તન થઈ જાય છે; જેને લઈને નાની-નાની બાબતમાં દ્રોહ થઈ જાય છે. અને વળી બીજી નુકશાની એ થાય છે કે, આપણા એવા વર્તનને લઈને બીજાને આપણો અવગુણ આવે. આમ, આપણે બીજાનો દ્રોહ કરીએ તેમજ આપણા એવા વર્તનથી બીજા આપણો અભાવ-અવગુણ લે; આ બંનેમાં આપણે પાપના ભાગીદાર બનતા હોઈએ છીએ. જેથી જેવી જોઈએ એવી આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકતા નથી.
સામેની વ્યક્તિની વાત કે લાગણીને પૂરી ધ્યાનથી સાંભળવી કે સમજવાની આદત જ નહીં. પોતાની મસ્તીમાં જ સામેનાની બધી વાતો સાવ સહજપણે લઈને વાતો કરે. બધું નોર્મલ જ છે, સારું જ છે. કંઈ ચિંતા કરવા જેવું નથી, આવું તો ચાલ્યા કરે; આવી Casually Comments આપે. જેનાથી સામેની વ્યક્તિને તેમના ઉપર વિશ્વાસ પણ ન આવે અને કોઈ સમાધાન પણ થાય નહીં.
હે વહાલા નાથ ! અમારી ઉપર આપની અકારણ કરુણા છે.