મહત્પુરુષનો રાજીપો

મહત્પુરુષનો રાજીપો
અનાદિસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

ગોંડલના જેઠામહારાજનું હૃદય સત્સંગના રંગથી રંગાઈ ગયું હતું. ગોંડલમાં જ્યારે જ્યારે શ્રીજીમહારાજ કે સંતો પધારતા ત્યારે ત્યારે જેઠામહારાજ દરેક પ્રકારની સેવા દોડી દોડીને પૂર્ણ પ્રેમભાવથી કરતા અને સર્વોત્તમ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને હર વખત શ્રીજીમહારાજને જમાડતા; તેથી શ્રીજીમહારાજ અને સંતોની તેમની પર અમીદૃષ્ટિ રહેતી.

તેઓ અભણ અને ભોળા હોવાથી શ્રીગોડ બ્રાહ્મણ જ્ઞાતિના કેટલાક લોકો તેમને ગમે તેવા પ્રશ્ન પૂછે અને એમની હાંસી-મશ્કરી કરે; છતાં તેઓ સત્સંગ દૃઢ રાખતા. પોતાને કોઈ ગમે તેમ કહે તેની તેમને ચિંતા થતી નહોતી, પરંતુ દ્વેષી કે ઓછી બુદ્ધિવાળા લોકો શ્રીજીમહારાજનું કે સંતોનું ઘસાતું બોલે તે તેમનાથી સહન થતું નહીં અને મનમાં જરા ગ્લાનિ જેવું થતું. તેમના મનમાં એમ થતું કે, ‘જો હું શાસ્ત્રો ભણ્યો હોત તો, આ લોકોને શાંતિકારક ઉત્તર આપી શકત અને એમની કુબુદ્ધિ અને ભ્રમણા દૂર કરી શકત.’

એક વખત સંતોએ સહિત શ્રીજીમહારાજ ગોંડલ પધાર્યા હતા. મોટા મોટા ઘણા સદગુરુ સંતો પણ સાથે હતા. જેઠામહારાજ પોતાની કાયમની ટેવ પ્રમાણે અતિશય આદરભાવથી દર્શન અને સેવા-સમાગમનો લાભ લેતા હતા. એક દિવસ જેઠામહારાજે સદ્.ગોપાળાનંદ સ્વામીને વિનયપૂર્વક બે હાથ જોડીને કહ્યું, “સ્વામી ! આ ગામમાં દ્વેષી લોકો ઢંગધડા વિનાના પ્રશ્નો પૂછે છે, હાંસી-મશ્કરી કરે છે અને સત્સંગનું ઘસાતું બોલે છે; સ્વામી ! હું અભણ હોવાથી તેમની સામે કાંઈ બોલી શકતો નથી અને ખેદ બહુ થાય છે.”

પછી તો સ્વામીના આશીર્વાદ મુજબ જેઠામહારાજ મોટા વિદ્વાનની પેઠે ભાષણ કરવા લાગ્યા. જેઓ તેમની હાંસી-મશ્કરી કરીને પ્રશ્નો પૂછતા તેમને એવા જડબાતોડ જવાબ આપતા કે જિંદગીભર તેમને બોલવાનું જ ન રહ્યું. આમ, સદ્.ગોપાળાનંદ સ્વામીના રાજીપાથી જેઠોમાંથી જેઠામહારાજ બની ગયા. અને તેમના થકી ગોંડલમાં સત્સંગ પણ ખૂબ વૃદ્ધિ પામ્યો.

વહાલા ભક્તો, ભગવદીય મોટા પુરુષના રાજીપા અને આશીર્વાદથી લોકો લૌકિક અને પારલૌકિક સુખ-શાંતિ પામ્યા હોય, પાપી પુણ્યશાળી બન્યા હોય, રંક રાજા થયા હોય, કુસંગી સત્સંગી થયા હોય અને મુમુક્ષુને ભગવાન મળ્યા હોય તેવા પુરાણોમાં અને ઈતિહાસમાં અનંત દાખલા છે. તેમના આથી મહત્પુરુષના રાજીપા સમાન આ જગતમાં કોઈ વસ્તુ નથી; માટે સુજ્ઞ જન તેવા મોટા પુરુષનો રાજીપો અને આશીર્વાદ મેળવવા માટે લાંબા સમય સુધી તેમની સેવા અને સમાગમ નિર્માનીપણે કર્યા કરે છે.

પૂજ્યપાદ ગુરુજીએ પણ મહત્પુરુષના રાજીપા વિષે કહેલ છે કે,




શ્રીમદ્ભાગવતમાં શ્રીવ્યાસ ભગવાન કહે છે,


                                                            (भाग.७/५/३२)

જ્યાં સુધી મનુષ્યો જગતથી વિરક્ત એવા મોટા સત્પુરુષની ચરણરજમાં સ્નાન કરતા નથી; એટલે કે, તેમના દાસના દાસ બનતા નથી, ત્યાં સુધી તેઓની બુદ્ધિ જન્મ-મરણથી છોડાવનારાં ભગવાનનાં ચરણને પામવાને લાયક નથી બનતી.

વહાલા ભક્તો, જો મોટા પુરુષને રાજી કરવાના આવા લાભ હોય તો ચાલો મોટા પુરુષને રાજી કરવાના અને તે પ્રમાણે મોટાને રાજી કરીએ.