કાવ્યકૃપા : ક્રોધ

કાવ્યકૃપા : ક્રોધ
April 1, 2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

જ્ઞાન   ગુસ્સો   કરવો   તે,   પોતાના   પગ   ઉપર;

       કુહાડી   માર્યા   જેવું   છે,  કરશો  નહિ  કોઇ  પર...૦૧

જ્ઞાન   જેના   ઉપર    તમે,   ક્રોધ   કરી  જે   કાંય;

       તેને   નુકશાન  કરો   તેથી,   વધારે   તમને   થાય...૦૨

તમને    કોઈ    ખીજવવા,   ચીડવવા   કરે   જ્ઞાન;

      પણ  તમે  જો   ખીજાવ  કે,  ચીડાવ  નહિ  નિદાન...૦૩

તો   તે   આપ  મેળે  જ,  બંધ   થઇ  જાય  નિદાન;

      નિજનો  યત્ન   ફેલ   જાણી,  ત્યાગ   કરી   દે  જ્ઞાન...૦૪

સાચી  બહાદુરી  એ જ છે, ક્રોધ પર મેળવો વિજય;

       નહિ  તો તમ  જેવો ફોશી,  જ્ઞાન  બીજો  કોય નય...૦૫