જિંદગીનો પરમ લાભ...

જિંદગીનો પરમ લાભ...
December 1, 2025
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

શ્રીજીમહારાજ વચ.ગ.પ્ર.૪૪માં બોલ્યા છે કે, “જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે-અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય, તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાંખે ને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે, તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે.”

આપણને આપણા આત્મામાં જ હરિમૂર્તિનો સાક્ષાત્કાર થાય, હરિનો આનંદ મળે, નિર્વિઘ્નપણે પરમાત્માના સ્વરૂપમાં અખંડ જોડાયેલા રહીએ; તે માટે દેહભાવરૂપી અશુદ્ધિ કાઢીને આત્મભાવ દૃઢ કરવો, બ્રહ્મભાવ દૃઢ કરવો અનિવાર્ય છે. આવી શુદ્ધિ થયા પછી જ આપણી વૃદ્ધિ થશે. આપણે બ્રહ્મરૂપે રહીને મુખ્ય કાર્ય તો પરમાત્માનું નિરંતર સ્મરણ થયા કરે એ જ કરવાનું છે. સ્મરણ કરો, નામ જપો, ધ્યાન ધરો, પ્રેમ કરો, વૃત્તિ રાખો, કથા-કીર્તન-ભજન વગેરેના માધ્યમે ભગવાનને સંભાર્યા કરો; એ જ પરમાનંદ પમાડશે. પરમાત્માનું સ્મરણ જ જીવને હરિ પમાડે છે.

કારિયાણીમાં અન્નકૂટ ઉત્સવ પૂર્ણ થતાં શ્રીહરિએ સંતોને વિચરણમાં મોકલ્યા. સંતો રસ્તામાં શ્રીહરિની મૂર્તિને સંભારતાં સંભારતાં ચાલ્યા જતા હતા. એનું વર્ણન કરતાં આધારાનંદ સ્વામી શ્રીહરિચરિત્રામૃત સાગર પૂર-૧૨, તરંગ-૪૬માં લખે છે કે,

બધા જ સંતો ભગવાનમાં વૃત્તિ રાખવી અને ભગવત્સ્મરણ કરવું એને જ પરમ લાભ માને છે. જેટલા ભગવાન ભુલાય એટલું મોટું નુકશાન માને છે.

સોરઠના એક હરિભક્તને અખંડ મૂર્તિ દેખાતી હતી. એકવાર એ વાડીએ કાંઈક ખોદતા હતા. એમાં ક્ષણવાર માટે દેખાતી બંધ થઈ ગઈ, તો દશ દિવસ સુધી ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા. પછી ભગવાને દર્શન આપી કહ્યું કે, ‘ઘરે કેમ નથી જતા ?’ તો કહે,’ આને કહેવાય ભગવાનનો મહિમા સમજાયો.

ગઢપુરમાં શુકાનંદ સ્વામી પાસે મહારાજ પત્રમાં લખાવે છે,

જ્યારે મનુષ્ય પોતાના મનને એકાગ્ર કરીને પરમાત્માને સંભારે છે, ત્યારે એનાથી એનાં બધાં પાપ ભાગવા માંડે છે, બળી જાય છે. એ પાપ જ દુ:ખ છે. કેમ કે, એમાંથી આપણને દુ:ખ મળે છે. એ પાપ નષ્ટ થાય એટલે માનો દુ:ખ દૂર થઈ ગયાં. આવો ફાયદો દેહ, દેહના સંબંધી, સ્ત્રી, પુત્ર, ધન, ધંધા વિગેરેની સ્મૃતિથી નહિ, પણ ભગવત્સ્મૃતિથી થાય છે.

એ બધાં જ પાપ બાળી નાંખવા માટે આપણી પાસે એક સાધન છે. તે છે - સતત હરિસ્મરણ.