જે શોધીએ તે મળે !

જે શોધીએ તે મળે !
February 1, 2024
વર્ણીવેશ દાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

બધા આજુબાજુ નજર દોડાવીને જે કંઈ પણ કાળા રંગનું દેખાય તે વસ્તુ લખવા લાગ્યા. બ્લેક ટીશર્ટ, બ્લેક બોર્ડ, બ્લેક પેન, બ્લેક પેન્સિલ, બ્લેક દુપટ્ટો, કાળી બેગ, કાળા મોજા, કાળા બુટ... આમ ઘણું શોધાયું અને લખાયું.

એક મિનિટ થઈ એટલે તરત જ પ્રોફેસર બોલ્યા, “સ્ટોપ ! હવે કોઈ પણ વિદ્યાર્થી લખશે નહીં. હવે મારી વાત સાંભળજો. તમે બધાએ કાળી વસ્તુ શોધીને લીસ્ટ બનાવ્યું. કોઈએ દસ વસ્તુ લખી હશે..! તો કોઈએ પંદર...! તો કોઈએ વીશ...! બરાબર ?

એક છોકરો બોલી ઊઠયો, “સર ! મેં ટોટલ બાવીસ વસ્તુ લખી છે.”

પ્રોફેસર હસ્યા અને બોલ્યા, “હા, તો હવે મારા એક સવાલનો જવાબ આપ કે તેં આ બાવીસ વસ્તુઓ શોધી ત્યારે તને લાલ રંગની વસ્તુઓ કેટલી મળી ? કે કેટલી પીળી વસ્તુઓ તેં જોઈ ?

આ વાત સાંભળી પ્રોફેસર હૃદયમાં કંડારી લેવાય તેવી વાતો કરવા લાગ્યા, “યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ! તમે કાળા રંગની વસ્તુઓ શોધતા હતા એટલે તે જ તમને દેખાઈ. આજુબાજુ બીજા રંગની વસ્તુઓ હતી પણ તે તમને દેખાઈ નહિ. તેની પર તમારું ધ્યાન પણ ન ગયું, બરાબર ને..! આ જ નિયમ બધે લાગું પડે છે.

આમ, બીજામાં સારું જોવાની ટેવ હોય તો આપણું ભલું થાય અને બીજામાં કાળા રંગરૂપી દુર્ગુણ જોવાની ટેવ હોય તો ક્યારેય આપણામાં સારું આવે નહીં ને સારું દેખાય પણ નહીં.

માટે જ કોઈકે કહ્યું છે કે,