
વહાલા ભક્તો, આ લોકમાં કોઈ સંપૂર્ણ જ્ઞાની નથી, કોઈ બહુ જ્ઞાની છે તો સર્વ પ્રકારે સમર્થ નથી; કોઈ કાંઈક કરવા સમર્થ છે, તો સંપૂર્ણ જ્ઞાની નથી; કોઈ બહુ જ્ઞાની હોય અને બહુ સમર્થ છે, તો દયાળુ નથી !! માટે આ લોકમાં એવું કોણ હશે કે જે કોઈ પણ પ્રકારનાં શારીરિક-માનસિક દુ:ખ, પીડા, સંકટ, આપત્તિ વગેરેમાં આપણી રક્ષા કરે ? એવું કોણ હશે કે જે સદા આપણને બળ, હૂંફ, પ્રેમ, સુખ, આનંદ આપે ? વહાલા ભક્તો, એવા અને તેમની સાથે જેમને અતિશય નિકટનો ગાઢ સંબંધ છે ને તેમને અખંડ ધારી રહ્યા છે, એવા મોટા પુરુષ પણ એમની જેવા છે.
વળી, જુઓ ને, અક્ષરધામના મુક્તોને આવું જ થઈ ગયું છે ને, તેથી તેઓ ત્યાં વિરાજમાન પુરુષોત્તમનારાયણના સ્વરૂપમાં યુગોના યુગોથી એવા ગરકાવ થઈ ગયા છે, અને એવો દિવ્ય મહા અલૌકિક આનંદ માણે છે કે તેઓ ક્યારેય તે પરમાત્માના સ્વરૂપમાંથી બહાર આવવા સમર્થ જ નથી થતા.
શ્રીમદ્ભાગવત પુરાણમાં કહ્યું છે કે,
શ્રીમદ્ભાગવત પુરાણમાં એક બીજી પણ વાત આવે છે કે,
( श्रीमद्भागवत : ३/१५/४३)
આ લોકમાં ઘણી બધી વસ્તુઓ અને વ્યક્તિઓ સ્વાદ, રૂપ, સ્વભાવ વગેરેથી મધુર છે; પરંતુ તેમનામાં એ માધુર્ય તો મધુરાધિપતિ શ્રીહરિએ જ મૂકેલ છે; એટલે જ કહેવાય છે કે —
ભગવાનનાં હોઠ, નેત્ર વગરે તમામ અંગો મધુર છે; તેમનું હસવું, ચાલવું વગેરે તમામ ચેષ્ટાઓ મધુર છે; અરે ! કહી કહીને કેટલું કહેવું ! તેમનું તો બધું જ મધુર છે ! કારણ કે તેઓ તો મધુરાધિપતિ છે.
એક દિવસ મહારાજે પર્વતભાઈને પૂછ્યું કે, “તમે ક્યાં જમો છો ?” પર્વતભાઈ કહે,
વહાલા ભક્તો, આ રીતે પર્વતભાઈને અન્ન-જળ વિના એક કે બે દિવસ નહિ, પરંતુ સાત સાત દિવસ વીતી ગયા હતા. તેમને શ્રીહરિની મૂર્તિનાં દર્શનમાત્રથી તૃપ્તિ અને દિવ્ય શાંતિનો અખંડ અનુભવ રહેતો હતો.
આપણા વહાલા પૂ.ગુરુજી શ્રીજીમહારાજની મૂર્તિના સુખને વર્ણવતાં એક પદમાં કહે છે કે,
મધ્ય પ્રકરણના ૧૩મા વચનામૃતમાં મહારાજે ભગવાનના સ્વરૂપ વિષે વાત કરતાં કહ્યું છે કે, “જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે, તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ-ક્રોધાદિક સ્વભાવ, તે જીત્યામાં પ્રયાસ થશે નહિ; સહેજે જિતાય જશે.”