હરિનામ શ્રવણનો પ્રતાપ !

હરિનામ શ્રવણનો પ્રતાપ !
September 1, 2024
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

વહાલા ભક્તો ! ઈમામ શાહ નામે એક મુસ્લિમ કવિ થઈ ગયા, એને એક વાત બહુ સરસ લખી છે...

અમૃત પીએ તો ઝેર ઊતરી જાય, પાણી પીએ તો તરસ જાય, ભોજન લ્યો તો ભૂખ મટે; તેમ હરિનામે પાતક જાય, જાય ને જાય જ; માટે ભજન કરો.

વહાલા ભક્તો ! હરિદાસ ઠાકોર નામના એક સંત થઈ ગયા. એમનો જન્મ ઈ.સ.૧૪૫૧માં બાંગ્લાદેશમાં ખુલાના જિલ્લાના બુરોન ગામમાં થયો. પૂર્વના સંસ્કારવશાત્ એમને બાળપણથી જ હરિનામમાં બહુ અનુરાગ હતો. હિંદુ ધર્મ, હિંદુ ધર્મનાં શાસ્ત્રો એમને બહુ ગમતાં. ભગવાન રામ, કૃષ્ણની કથા બહુ ગમતી હતી. પ્રભુમાં બહુ પ્રેમ હતો. ભગવન્નામ-સ્મરણમાં હરિદાસને બહુ જ તાન જાગ્યું. છેવટે તેઓ ઘરમાં રહી શક્યા નહિ અને ઘર છોડી જંગલમાં એક ઝૂંપડી બાંધી હરિનામ-સ્મરણ કરવા લાગ્યા. વસ્તીમાં જઈ એક વાર ભિક્ષા માગી લાવતા.

કુટિયાની બહાર એમણે એક તુલસીનો છોડ વાવ્યો અને તુલસીની સામે એ જપ પૂરા થાય પછી જ સૂવું; આવો નિયમ લીધેલો. રાત-દિવસ મંત્રોચ્ચાર કર્યા જ કરે. એમના ભજનથી કેટલાક લોકોને બહુ મોટું આકર્ષણ થયું. ત્યાંની વસ્તીમાં એમના ભજનનાં વખાણ થવા માંડ્યાં.

આ જિલ્લાનો રાજા હતો : રામચંદ્રખા. એને આ ઠાકોરની ઈર્ષ્યા થઈ. એ હરિદાસની ખ્યાતિ સહન ન કરી શક્યો. એને એમ થયું કે, એ બાવાનાં વખાણ ! આમ ને આમ જો એ અહીં જપ કરતો રહેશે તો ઝાઝી પબ્લિક એને વશ થઈ જશે, માટે આને ભ્રષ્ટ કરી બદનામ કરવો જોઈએ, જેથી લોકો એમાંથી પાછા વળે. પછી તેણે હરિદાસને આબરૂ રહિત કરવાનો પ્લાન કર્યો.

વેશ્યાએ કહ્યું, ‘મારે માટે આ આખી યોજના સાવ નવી છે. મેં એમને કોઈ દિવસ જોયા નથી, જાણ્યા નથી અને હું સિપાઈને લઈને ત્યાં જાઉં તો સંભવ છે કે હું ફેલ પણ થાઉં, માટે એક વાર હું એકલી એમને મળવા જાઉં. પછી મારી સાથે તમે સિપાઈને જરૂર મોકલી શકો છો.’ રામચંદ્રખા કહે કાંઈ વાંધો નહીં.

પછી આ વેશ્યા જંગલમાં જ્યાં હરિદાસજી હરિસ્મરણ કરે છે ત્યાં પહોંચી. તેણે પોતાના હાવભાવથી હરિદાસને આકર્ષવાનું શરૂ કર્યું.

ત્યારે હરિદાસ ઠાકોરે એને જવાબ આપ્યો, “એ માટે પહેલાં તારે મારી એક શરત માનવી પડશે.” તો કહે, ‘બોલો ને.’ હરિદાસ કહે, “મારે અમુક સંખ્યામાં રોજે રોજ ભગવાનના નામ જપ કરવાનો નિયમ છે. એ નિયમ પૂરો થાય ત્યાં સુધી તું અહીં બેઠી બેઠી મંત્ર સાંભળ. પછી આપણે આગળ વિચારીશું.” વેશ્યા કહે, ‘મંજૂર.’ આમ કહીને બેઠી.

પછી તરત જ વેશ્યાએ એના ગુરુની આજ્ઞા મુજબ બધી સંપત્તિ બ્રાહ્મણોને વહેંચી દીધી, માથું મુંડાવી નાખ્યું અને જંગલમાં આવી પોતાના ગુરુની પ્રસાદીભૂત ઝૂંપડીમાં આવીને રહી. ગુરુ તો ત્યાંથી જતા રહ્યા. એણે ગુરુને પગલે ચાલીને