ધ્યાન-સ્મરણ-૩

ધ્યાન-સ્મરણ-૩
February 1, 2026
ઈશ્વરચરણદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

વહાલા ભક્તો ! ભગવાનના ધ્યાનનું ફળ તો અવિનાશી, અલૌકિક અને અનંત છે; પરંતુ આપણું મન ધ્યાનમાં સ્થિર થતું નથી, તો ધ્યાનમાં મનને સ્થિર કરવાના ઉપાયો શું છે ? તેના અલગ અલગ ઉપાયો છે —

ગોપાળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનના ધ્યાનમાં એવું સુખ અનુભવાતું હતું કે તેમને તે સિવાય બીજું કરવાનું મન જ થતું ન હતું. ૨૪ કલાક તેઓ શ્રીહરિના ચિંતનપરાયણ જ રહેતા હતા.

ગોપીઓ અને સચ્ચિદાનંદ સ્વામી જેવાને ભગવાન ભૂલવા હોય તોપણ ભુલાતા નહોતા.

આપણા દાદાગુરુ પ.પૂ.સદ્.શ્રીરાધારમણદાસજી સ્વામીએ જિંદગીભર ધ્યાનનો અભ્યાસ ચાલુ જ રાખ્યો હતો. રાજકોટ ગુરુકુલના જોગી સ્વામી, ભુજના પુરાણી શ્રીઘનશ્યામજીવન- દાસજી સ્વામી કે ખોપાળાવાળા મયાદાદા જેવા જે કોઈ મહાન સ્થિતિવાળા સંત-ભક્ત થયા છે, તેઓએ વર્ષો સુધી ધ્યાન-ભજનનો અભ્યાસ કર્યો હોય છે.

જો આ ચારેય સોલ્યુશન લાવી શકીએ તો પ્રભુના ધ્યાનમાં મન સ્થિર થાય અને ખૂબ જ પ્રગતિ થાય.

ધ્યાન દરમિયાન શ્રીહરિનું સુખ અનુભવવા માટે મહિમાએ સહિત પ્રેમ પ્રગટાવવો અતિ જરૂરી છે. તેના માટે લાંબા સમય સુધી ધીરજ રાખીને અભ્યાસ ચાલુ રાખવો આવશ્યક છે. જે બાબત જેટલી શ્રેષ્ઠ હોય તેના માટે તેટલી મહેનત અને ધીરજ ધારવી પણ જરૂરી હોય છે. આપણને શ્રેષ્ઠ સિદ્ધિ મળે તે ગમે, પણ તેના માટે લાંબા સમય સુધી કરવી પડતી મહેનત અને ધીરજ ધારવી અઘરી લાગે છે; એટલે જોઈએ તેવી સફળતા મળતી નથી.

એટલે જ યોગસૂત્રકાર પતંજલિ ઋષિએ કહ્યું છે કે —

એટલે જ આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણે ગઢડા પ્રથમ પ્રકરણના પાંચમા વચનામૃતમાં આવું કહ્યું છે —

ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તોપણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે.

મૂર્તિ ન દેખાય તોપણ શ્રદ્ધાપૂર્વક ધ્યાન ચાલુ જ રાખે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે, એટલે કે ભગવાન પોતે કૃપા કરીને તેને પોતાનો અખંડ અનુભવ આપે છે. પછી તેને શ્રીહરિ અખંડ દેખાય છે; આમ પ્રભુ પોતે તેની ધીરજ અને ધ્યાન ધરવાની શ્રદ્ધા જોઈને વશ થઈ જાય છે.

આવી વાત સાંભળીએ ત્યારે આપણને થોડાક દિવસ ધ્યાન ચાલુ રાખવાની શ્રદ્ધા જળવાઈ રહે છે, પરંતુ તે પ્રેક્ટિસ ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ ? તે વિશે મહારાજે વચનામૃતમાં આવું કહ્યું છે —

ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તોપણ કાયર ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે... તે ધારતાં ધારતાં ૧૦ વર્ષ થાય અથવા ૨૦ વર્ષ થાય અથવા ૨૫ વર્ષ થાય અથવા ૧૦૦ વર્ષ થાય તોપણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. એમ ને એમ ભગવાનને ધારતો રહે; એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ.

આનો અર્થ એ થયો કે આપણે શબરીબાઈની જેમ જિંદગીભર શ્રદ્ધા રાખીને પ્રભુકૃપાની રાહ દેખતા રહેવું જોઈએ. તે માટે ધ્યાન ધરતા જ રહેવું જોઈએ. ક્યારેય થાકી-કંટાળીને છોડી દેવું જોઈએ નહીં, તો પરમાત્મા પ્રસન્ન થઈ પોતે જ તેમનો અનુભવ આપે છે.

જેમ ધ્યાન સિદ્ધ કરવા માટે લાંબા સમય સુધીની શ્રદ્ધા જરૂરી છે; તેમ જ ધ્યાન દરમિયાન આવતા અવરોધોને ઓળખવા અને તેને જીતવા પણ ખાસ જરૂરી હોય છે.

ધ્યાન કરતાં પહેલાં ધ્યાનમાં વિક્ષેપ કરે એવું કાંઈ જોવું, જાણવું, વાંચવું, વિચારવું કે ભોગવવું જોઈએ નહીં. ધ્યાન ધરતી વખતે મોબાઇલ ફોનનાં નોટિફિકેશન બંધ રાખવાં જોઈએ.

ભગવાનનું ધ્યાન ધરતી વખતે બીજા ત્રીજા સંકલ્પો પજવ્યા કરતા હોય, તો જગતને સંપૂર્ણ નાશવંત સમજવું જરૂરી છે. બોટાદના શિવલાલ શેઠ ધ્યાન કરતી વખતે તેમનો ધંધો, ઘરપરિવાર અને વહેવારને સળગી ગયેલો માની પછી ધ્યાન ધરવા બેસતા હતા.

દેહ અને દેહના સંબંધીની મમતાને કારણે વિક્ષેપ આવતા હોય તો દેહ અને દુનિયાને ખોટી કરી શુદ્ધ આત્મારૂપે કે અક્ષરધામરૂપે થઈ તેમાં રહેલ શ્રીહરિનું ધ્યાન ધરવું જોઈએ.

જ્યારે જગતના વિષયો મનને લોભાવે, ત્યારે વિચારવું કે જેનું હું ધ્યાન ધરું છું, તે સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાન છે. જેના સુખ આગળ અનંતકોટિ બ્રહ્માંડનું સુખ તુચ્છ છે.

ધ્યાન એ માત્ર આંખ બંધ કરવાની પ્રક્રિયા નથી, પણ મહારાજને હૈયે ધરવાની કળા છે.

જગતના ‘ભવાયા’ (આકર્ષણો) છોડીને જો મૂર્તિમાં ડૂબકી લગાવીશું, તો સુખનો સાગર મળશે.