ધીરજ

ધીરજ
May 6, 2026
જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામ

ધૈર્ય તે નબળાઈ નથી,  પણ શક્તિ છે  મહાન;
      જે સહુ પાસે હોતી નથી, ખાસ કેળવજો જ્ઞાન...૦૧

સંયમ   જે  રાખે   તેને,  હરાવી  શકે  ન  કોય;
      જ્ઞાન આ દુનિયામાં સદા, એની જ જીત હોય...૦૨

ધીરજ  અને  સંયમ  તે, સહુ  તકલીફનું  જ્ઞાન;
      જોરદાર સમાધાન છે, ગરમ ન  થશો  નિદાન...૦૩

વિવાદ   કરવા  કરતાંય,  મૂર્ખાને   તો   જ્ઞાન;
      મૌન રાખીને  જીતવા, એ  જ  છે વાત મહાન...૦૪

મૂર્ખને  સહન કરવામાં, ઘણું બધું ઓછું જ્ઞાન;
       સહન કરવાનું થાય છે,  માટે સહો  જ નિદાન...૦૫

વિજયી બને  છે હંમેશાં,  ધૈર્યવાન  જન  જ્ઞાન;
      સર્વથી   શ્રેષ્ઠ  શસ્ત્ર  છે,  સહનશીલતા   મહાન...૦૬

રચયિતા : પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળધામ
(સં.૨૦૮૧, ચૈત્ર સુદ-૧ તા.૩૦/૩/૨૦૨૫, કુંડળધામ)