ચમત્કારી પુષ્પ...

ચમત્કારી પુષ્પ...
December 1, 2025
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ
0:00/0:00

વડોદરા નરેશ સયાજીરાવ સરકારને સદ્.શ્રીગોપાળાનંદ સ્વામી તેમજ સદ્.શ્રીમુક્તાનંદ સ્વામી દ્વારા ભગવાન શ્રીસ્વામિનારાયણનો દૃઢ નિશ્ચય થતાં તેઓ શ્રીહરિને વડોદરા પધારવા વડતાલ વિનંતી પત્ર લખે છે. સયાજીરાવ સરકારનો ભાવ જોઈ શ્રીહરિ વડોદરા પધારે છે. ધામધૂમથી શહેરમાં મહારાજની સવારી નીકળે છે, અનેક લોકો મહારાજનાં દર્શન કરી પાવન થાય છે, કેટલાયને સમાધિઓ થાય છે. અનેક લોકોના સંકલ્પ સત્ય થાય છે. આમ અનેક પરચાઓ અને ચમત્કારો થાય છે. વડોદરાની જનતાને આનંદ આનંદ થઈ ગયો છે. આમ, સયાજીરાવ સરકારને રાજી કરી જ્યારે મહારાજ વડોદરાથી વડતાલ પાછા પધારે છે એ વખતનો આ પ્રસંગ છે.

મસ્તુબાગમાં મહારાજ સભા કરીને બેઠા છે. સયાજીરાવ સરકારે મહારાજ અને સંતોની ભાવપૂર્વક પૂજા કરી. હવે અહીંથી મહારાજ રાજમહેલમાં પધરામણી કરી વડતાલ પાછા પધારવાના છે. તે વખતે મહારાજનાં દર્શન કરવા લોકોનું જાણે પૂર ઊમટ્યું હોય તેમ હેકડેઠઠ સભા ભરાઈને બેઠી છે.

મયારામ બ્રાહ્મણનાં આવાં વિનંતીભર્યાં વચનો સાંભળી મહાકૃપાળુ પરમાત્મા શ્રીહરિ પ્રસન્ન થયા અને પોતાના હાથમાં એક ચંપાનું પુષ્પ હતું તે સભામાં ઊંચું ફેંક્યું. જેવું તે પુષ્પ આકાશમાં ફેંક્યું, તેવું ત્યાં જ તે અદૃશ્ય થઈ ગયું. પછી બ્રાહ્મણ સામું જોઈ મહારાજ બોલ્યા કે, “જુઓ, પેલા જે માણસોની ભીડમાં રહી દર્શન કરે છે, તે તમારા ભાઈ છે ? હોય તો ઓળખો.”

ત્યારે મયારામે પાછા વળી જોયું તો એના ભાઈ સોમેશ્વરને ઊભેલો જોયો. એટલે અતિ આનંદમાં આવીને બોલ્યો, ‘હા એ જ મારો ભાઈ, હા એ જ મારો ભાઈ. ઓ ભગવાન ! ઓ પરમેશ્વર ! ઓ શ્રીસ્વામિનારાયણ ! આપે એક ક્ષણમાં શો અદ્ભુત ચમત્કાર કર્યો !! મારો ભાઈ તો આંખે દેખતો નથી, વળી પગે ચાલી પણ શકતો નથી. એ અહીં આવી કેમ શકે ? અરે ! હું આ શું જોઉં છું ? શું આ સાચું છે ? મારો ભાઈ દેખતો થઈ ગયો ?

પછી તે બંને ભાઈ આનંદમાં ભાવવિભોર થઈ મહારાજ પાસે આવ્યા ને હાથ જોડી ઘણી સ્તુતિ કરી. પછી મહારાજ પાસે વર્તમાન લઈ સત્સંગી થયા. તે બેય ભાઈને શ્રીજીમહારાજે બે પોશો ભરીને રૂપિયાની દક્ષિણા આપી. મહારાજે આપેલ ચંપાના પુષ્પની તેઓ રોજ પૂજા કરતા અને દક્ષિણામાં મળેલા રૂપિયાનાં પણ દર્શન કરતા. મહારાજની કૃપાથી પછી તો તે બંને ભાઈઓ વહેવારે પણ ઘણા સુખી થયા અને અંતે અક્ષરધામને પામ્યા.

વહાલા ભક્તો, મહારાજની કરુણા તો જુઓ ! એ બ્રાહ્મણ હરિભક્ત ન હતો. પરંતુ શ્રીજીમહારાજને સાક્ષાત્ ભગવાન જાણી પ્રાર્થના કરી તો મહારાજે કેવી કરુણા વરસાવી ! એના કોઈ ગુહ્ના-વાંક જોયા વિના તેનાં બધાં દુ:ખ ટાળી દીધાં.

મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે,” આવી શરણાગત પર શ્રીહરિની કરુણા-કૃપા થાય છે.