બુદ્ધિ...

બુદ્ધિ...
December 1, 2025
કૃષ્ણપ્રિયદાસજી સ્વામી - કુન્ડલધામ
0:00/0:00

એક રાજ્યમાં રાજાનો કુંવર અને કારભારી રાજાના વાંકમાં આવવાથી તે બંનેને રાજાએ દેશવટો આપ્યો. બે દિવસ સુધી રખડ્યા, પણ ખાવાનું કાંઈ મળ્યું નહીં. ભૂખ બહુ લાગેલી. સાંજ પડી ગઈ હતી. એક ઝાડ નીચે બન્નેએ આરામ કર્યો.

સવારે રાજકુમારે કારભારીને કહ્યું કે, “બાજુના ગામમાંથી કાંઈ ખાવાનું મળે તો લઈ આવો.” કારભારી ગામમાં ગયો. તે વખતે આગલે દિવસે તે ગામનો રાજા મરી ગયેલો. તેને કોઈ વારસદાર ન હતો, એટલે બધાએ ઠરાવ કરેલો કે દરવાજામાં જે પહેલો પ્રવેશે તેને રાજગાદીએ બેસાડવો. સવારના પહોરમાં સૌથી પહેલો કારભારી આવ્યો. તેથી તેના ગળામાં હાર પહેરાવી તેને ધામધૂમથી મહેલમાં લઈ ગયા. પછી નવા રાજાની હાથી ઉપર સવારી નીકળી. આગળ ઊંટ ઉપર નોબતો વાગતી જાય, પાછળ રાજ્યના અમલદારો આવે. એમ શહેરમાં તો ધામધૂમ થવા લાગી.

આ કાપલી લઈને કુંવર તો જતો હતો, ત્યાં સામેથી નવા રાજાની સવારી નીકળી. પોતાના નોકરને રાજા બની ગયેલો દીઠો. ભૂખ્યા થયેલા કુંવરને પહેલાં તો ચીડ ચડી, પણ લાખ રૂપિયાની કાપલીમાં લખેલું યાદ આવ્યું. એટલે એણે રાજાને સલામ ભરી. હાથી ઉપર બેઠેલા રાજાની નજર કુંવર ઉપર પડી એટલે તરત જ તે ઝંખવાણો પડી ગયો. તેના મનમાં વિચાર થયો કે, મને નાસ્તો લેવા મોકલ્યો છે અને હું હાથીએ ચડી બેઠો છું. તેથી તેણે એક નોકરને બોલાવી કુંવરને મહેલમાં લાવવા આજ્ઞા કરી.

સવારી પાછી મહેલમાં આવી અને સભા ભરાઈ. રાજાએ સભાને સંબોધીને વાત કરી કે, “હું રાજા છું, તે જેમ કહું એમ થાય ને ?” સૌએ હા કહી. રાજા કહે, “ આ રાજ્ય કોઈને આપી દઉં તો ?” બધા કહે, “તમારે જેમ કરવું હોય તેમ કરો. તમે ધણી છો.” પછી નવા રાજાએ સૌને કહ્યું, “ખરા રાજા તો આ છે. માટે એને ગાદીએ બેસાડો. હું તો એનો કારભારી છું.”