09 Nov સેવખમણી
- સૌ પ્રથમ પલાળેલી ચણાની દાળ, લીંબુના ફૂલ, લીલાં મરચાં લઈ તેને મિક્સરમાં ક્રશ કરવું જરૂર મુજબ પાણી ઉમેરવું અને મીઠું નાખવું.
- એક થાળી લઈ તેને તેલથી ગ્રીસ કરવી પછી ખીરામાં સોડા નાંખી એક જ બાજુ સતત હલાવવું.
- પછી તેને ઢોકળાં મેકરમાં પાણી 2 ગ્લાસ નાંખી નીચે સ્ટેન્ડ મૂકવું.
- થાળીમાં ખીરું નાંખી તેને ઢોકળાં મેકેરમાં મૂકી દેવું.
- 20 મિનિટ પછી ગેસ બંધ કરી ઠરવા દેવું પછી તેના ટુકડા કરી ભૂકો કરવો.
વઘાર માટે :
- એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરવું પછી તેમાં રાઈ, તલ, લીલાં મરચાં, હળદર, મીઠો લીમડો નાંખી હલાવવું પછી તેમાં પાણી નાખવું.
- ત્યારબાદ ખાંડ નાંખી પછી ખમણનો ભૂકો નાંખી લીંબુનો રસ ઉમેરી હલાવવું.
- હવે તેમાં દાડમના દાણા , સેવ અને કોથમીર નાંખી સર્વ કરો.
Sorry, the comment form is closed at this time.