સિનેમન ક્રીમરોલ

09 Nov સિનેમન ક્રીમરોલ

બનાવવાની રીત:

કણક માટે:

 1. નાના બાઉલમાં 10 ગ્રામ ખાંડ અને યીસ્ટ સાથે 50 મિલી દૂધ મિક્સ કરો, 10 મિનિટ માટે બાજુમાં મૂકી રાખો.
 2. બીજા બાઉલમાં લોટ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અને મીઠું ભેગું કરો અને એક બાજુ રાખો.
 3. બાકીની ખાંડ, માખણ, તેલ અને દૂધ ભેગા કરો.
 4. લોટમાં બધું મિશ્રણ રેડવું અને લોટ બાંધીને 7-10 મિનિટ મસળવો.
 5. કણકને ઢાંકી દો અને તેને ફૂલવા માટે એક ગરમ જગ્યાએ રાખો, 2 કલાક અથવા કદમાં બમણો થાય ત્યાં સુધી.

પૂરણ માટે:

 1. પૂરણ માટેની બધી વસ્તુ એક સાથે મિક્સ કરી લો.

રોલ્સ બનાવવા માટે:

 1. એક 24*18 લંબચોરસમાં રોટલો વણીને તજનું પૂરણ ચોપડીને તેને લાંબી બાજુથી રોલ કરો.
 2. બેકિંગ શીટ પર રોલને 16 ટુકડાઓમાં કાપો અને 2 રોલ્સની વચ્ચે થોડી થોડી જગ્યા રાખો.
 3. રોલ્સને ઢાંકી દો અને 40 મિનિટ સુધી ફૂલવા દો.

બેકિંગ:

 1. ઓવનને 180 સેલ્સિયસ ગરમ કરો.
 2. તેમાં રોલ્સને 15 થી 18 મિનિટ સુધી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો.
No Comments

Sorry, the comment form is closed at this time.